રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવી ભારતે પાંચ મેચની આ સિરિઝમાં 2-1થી સરરાઈ હાંસલ કરી હતી. ત્રીજી વન-ડે રવિવારે રમાશે.
ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટના ગુમાવીને 208 રન બનાવ્યા હતાં. કેપ્ટન મિચેલ સેન્ટનરે અણનમ 47 રન તો રચિન રવીન્દ્રએ 26 બોલમાં 44 રન ફટકાર્યા હતાં. ભારત તરફથી કુલદીપ યાદવે 2 વિકેટ મેળવી હતી, જ્યારે હાર્દિક પંડયા, વરુણ અને હર્ષિત રાણાએ એક-એક વિકેટ ઝડપી હતી.
209 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતના ઓપનર્સ અભિષેક શર્મા અને સંજૂ સેમસનની જોડી સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. અભિષેક શર્મા ઝીરો અને સંજૂ સેમસન 6 રન બનાવીને આઉટ થયો હતો. જોકે ઈશાન કિશને ધમાકેદાર ઈનિંગ રમી 32 બોલમાં 76 રન (11 ચોગ્ગા, 4 છગ્ગા) બનાવી ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ ટીમને વિજય તરફ દોરી ગયા હતાં.
સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 82 રનની બનાવ્યા હતાં. શિવમ દુબેએ 18 બોલમાં 36 રન ફટકાર્યા હતાં. ભારતે ન્યૂઝીલેન્ડ સામે બીજી મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. મેચના હીરો ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ રહ્યાં હતાં
ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસ દરમિયાન T20I શ્રેણી હેઠળ કુલ પાંચ મેચ રમાવાની છે. આ પાંચ મેચોમાંથી ભારતે પ્રથમ મેચ 48 રનથી અને બીજી મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ, ચોથી મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને શ્રેણીની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.












