ફ્લોરિડા તેની રાજ્ય યુનિવર્સિટી સિસ્ટમમાં H-1B વિઝા હેઠળ ભરતી પર એક વર્ષના પ્રતિબંધ તરફ આગળ વધી રહ્યું છે., એક પ્રસ્તાવના સમર્થકો કહે છે કે તેનો હેતુ અમેરિકન નોકરીઓનું રક્ષણ કરવાનો અને વિદેશી શ્રમિકો પર નિર્ભરતા ઘટાડવાનો છે.
ફ્લોરિડાના બોર્ડ ઓફ ગવર્નર્સ તેની 29 જાન્યુઆરી, 2026ના રોજ તેની બેઠકમાં આ દરખાસ્ત કરી રજૂ કરે તેવી શક્યતા છે. તેમાં જાહેર યુનિવર્સિટીઓને 2027ની શરૂઆત સુધી H-1B વિઝા પર નવા ફેકલ્ટી અથવા સ્ટાફ લાવવા પર પ્રતિબંધની જોગવાઈ છે. આ પગલું ગવર્નર રોન ડીસેન્ટિસના અગાઉના આદેશ મુજબ છે
જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો ફ્લોરિડાની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓના ટ્રસ્ટી બોર્ડ 5 જાન્યુઆરી, 2027 સુધી H-1B વિઝા પ્રોગ્રામ હેઠળ કોઈ પણ નવા કર્મચારીની ભરતી કરી શકશે નહીં. આ પગલાથી ખાસ કરીને સંશોધન અને શૈક્ષણિક વિભાગોમાં કામ કરવા ઈચ્છતા ભારત સહિતના દેશના પ્રોફેશલ્સ પર સીધી અસર પડશે.
H-1B વિઝા કાર્યક્રમના પ્રખર વિરોધી એવા ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસનું માનવું છે કે, અમેરિકાની યુનિવર્સિટીઓ લાયક અમેરિકન નાગરિકોને બદલે વિદેશી કામદારોને પ્રાથમિકતા આપી રહી છે. કરદાતાઓના પૈસાથી ચાલતી સંસ્થાઓમાં પ્રથમ અધિકાર સ્થાનિક યુવાનોનો હોવો જોઈએ. ગયા વર્ષે તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે ફ્લોરિડાની સંસ્થાઓમાં H-1B વિઝાનો દુરુપયોગ સહન નહીં કરીએ. ફ્લોરિડાની આ દરખાસ્ત એચ-1બી અંગેના ટ્રમ્પ વહીવટીતંત્રના આક્રમક વલણને દર્શાવે છે.













