ઇરાન
January 26, 2026. REUTERS/Mohamed Azakir

યુરોપિયન યુનિયનના વિદેશ પ્રધાનો ગુરુવારે ઇરાનના અર્ધલશ્કરી દળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવા સંમત થયા હતાં. દેશવ્યાપી આંદોલનને ઘાતક કાર્યવાહીથી કચડી નાંખવા બદલ યુરોપિયન યુનિયનને રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના કમાન્ડરો સહિત 15 અધિકારીઓ પર ગુરુવારે પ્રતિબંધ પણ મૂક્યો હતો. ઇરાનમાં ઓનલાઇન કન્ટેન્ટની દેખરેખ કરતી સંસ્થા સહિત છ સંસ્થાઓ પર પણ પ્રતિબંધ મુકાયા છે.

ઇરાન અમેરિકાના લશ્કરી હુમલાની શક્યતાનો સામનો કરી રહ્યું છે ત્યારે 27 દેશોના બનેલા યુરોપિય યુનિયનના આ નિર્ણયથી ઇસ્લામિક રિપબ્લિક પરના આંતરરાષ્ટ્રીય દબાણમાં વધારો થયો છે. યુએસ લશ્કરી દળોએ યુએસએસ અબ્રાહમ લિંકન અને અનેક ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર જહાજોને મધ્યપૂર્વમાં ખસેડ્યા છે.

બીજી તરફ ઇરાને પણ મધ્યપૂર્વમાં અમેરિકાના મિલિટરી બેઝ સહિતના સ્થળોને ટાર્ગેટ કરવાની ધમકી આપી હતી. ઇરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફાયરિંગ સહિત મિલિટરી ડ્રીલ કરવાની પણ જાહેરાત કરી છે, જેનાથી સમુદ્રમાં રહેલા જહાજો સામે જોખમ ઊભું થઈ શકે છે અને વિશ્વના 20 ટકા ક્રૂડ ઓઇલનું વહન કરતાં આ જળમાર્ગનો ટ્રાફિક ખોરવાઈ શકે છે.

EUના ટોચના રાજદ્વારી કાજા કલ્લાસે અગાઉ ગુરુવારે કહ્યું હતું કે આંદોલનને કચડી નાંખવામાં મુખ્ય ભૂમિકા ભજવારના ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરાશે. તેમણે જણાવ્યું હતું કે જો તમે આતંકવાદી તરીકે કામ કરો છો, તો તમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર થશે. રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો ફ્રાન્સ વિરોધ કરી રહ્યું છે, કારણ કે તેનાથી ઈરાનમાં અટકાયતમાં રાખેલા ફ્રેન્ચ નાગરિકો તેમજ રાજદ્વારી મિશનો પર જોખમ આવી શકે છે.

જોકે પછીથી ફ્રાન્સના વિદેશ પ્રધાન જિન નોએલ બેરોટે રિવોલ્યુશનરી ગાર્ડને આતંકીવાદી સંગઠન જાહેર કરવાની દરખાસ્તને ટેકો આપવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY