આમંત્રણ
(Photo by Pete Marovich/Getty Images)

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકામાં નવજાત બાળકો માટે સરકારની સહાય સાથેના ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટની જાહેરાત કરી હતી તથા અમેરિકી કંપનીઓને કર્મચારીઓના ફેમિલી એકાઉન્ટમાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. આ એકાઉન્ટને ‘ટ્રમ્પ એકાઉન્ટ’ નામ આપવામાં આવ્યું છે અને તેમાં અમેરિકાનું નાણા મંત્રાલય પ્રારંભિક મૂડી તરીકે વન-ટાઇમ 1,000 ડોલર જમા કરશે. બાળકના પરિવારો પણ તેમાં યોગદાન આપી શકશે.

વ્હાઇટ હાઉસ આગામી ત્રણ વર્ષમાં નવજાત શિશુઓ માટે શરૂઆતમાં સરકારની સહાય સાથે આવા એકાઉન્ટ ખોલશે. ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પહેલા મતદારો આકર્ષવા માટે આ હિલચાલ કરી રહી હોવાનું માનવામાં આવે છે.

વોશિંગ્નમાં એક પ્રોગ્રામમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આજથી દાયકાઓ પછી મને લાગે છે કે ટ્રમ્પ એકાઉન્ટ્સને અત્યાર સુધીના સૌથી પરિવર્તનશીલ નીતિગત ઇનોવેશન તરીકે યાદ રાખવામાં આવશે. .

યુ.એસ. ટ્રેઝરીએ જણાવ્યું હતું કે કે તે 2025 અને 2028ની વચ્ચે જન્મેલા તમામ બાળકોના આ ખાતામાં $1,000 જમા કરશે. તેનાથી કુલ લગભગ 25 મિલિયન પરિવારોને લાભ થવાની ધારણા છે. સરકાર આ એકાઉન્ટના નાણાંનું ઓછા ખર્ચવાળા ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરશે અને 18 વર્ષ સુધી તે એકાઉન્ટ ચાલુ રહેશે. વ્હાઇટ હાઉસ પરિવારોને આ ખાતાઓમાં વધારાનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે, અને કેટલાક ખાનગી રોકાણકારોએ પહેલાથી જ વધુ યોગદાન આપ્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે બુધવારે જણાવ્યું હતું કે આ ખાતા ઘણા અમેરિકન પરિવારો માટે બચત ખાતાઓની અછતને દૂર કરશે. કોઈ વધારાના યોગદાન વગર નવજાત બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધીમાં ખાતાઓની રકમ $5,800 થઈ જશે.પરંતુ જો પરિવારો દર વર્ષે મહત્તમ $5,000નું યોગદાન આપશે તો નવજાત બાળક 28 વર્ષનું

થાય ત્યાં સુધીમાં ખાતામાં લગભગ $1.1 મિલિયન જમા થઈ શકે છે.
અમેરિકાની વિઝા અને આઇબીએમ જેવી મોટી કંપનીઓએ તેમના યુ.એસ. કર્મચારીઓના ખાતામાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે દેશભરની તમામ કંપનીઓને તેનું પાલન કરવા હાકલ કરી છે.

 

LEAVE A REPLY