દક્ષિણ ભારતની ફિલ્મોના અભિનેતા અને રાજકારણી કમલ હસનની ઈન્ડિયન-2 ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્રેન પડતાં 3 આસિસ્ટન્ટ ડાયરેક્ટરના મોત થયાના અહેવાલો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે બુધવારે રાત્રે ચેન્નાઈ પાસે ઈવીપી ફિલ્મ સીટીમાં આ ફિલ્મના એક દ્રશ્યનું શૂટિંગ થઈ રહ્યું હતું. ત્યારે જ અચાનક ક્રેન પડી હતી. આ અકસ્માતમાં ફિલ્મ મેકર તથા દિગ્દર્શક શંકરનો બચાવ થયો હતો.
સમગ્ર ઘટનામાં પોલીસે ક્રેન ઓપરેટરની વિરુદ્ધ કેસ નોંધયો છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર એક બોક્સમાં બેઠા હતા. તેઓ શુટિંગ માટે ક્રેન દ્વારા ખૂબ જ ઉંચાઈએ ગયા અને અહીં લાઈટિંગ પર કામ કરી રહ્યાં હતા. ક્રેન પડી તે દરમિયાન કમલ હસન બીજા લોકેશન પર શૂટિંગ કરી રહ્યાં હતા.
તેમણે આ બનાવ બાબતે દુ:ખ વ્યક્ત કર્યું છે. ડાયરેક્ટર શંકર 1996માં આવેલી ફિલ્મ ઈન્ડિયનની સીક્વલ બનાવી રહ્યાં છે. ઈન્ડિયન 2 એક એક્શન થ્રિલર છે. કમલ હાસન તેમાં લીડ રોલમાં છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત અને સિદ્ધાર્થ પણ જોવા મળશે. તે અગામી વર્ષની શરૂઆતમાં રિલીઝ થાય તેવી શકયતા છે.