ભારતમાં કોરોના કેસોની રફતાર વધતી રહી છે ત્યારે દુનિયાનાં સૌથી પ્રભાવીત ટોપ-ટેન રાષ્ટ્રોમાં પ્રવેશ કરી લીધો છે. કોરોના ફેલાયા પછી પ્રથમ વખત ભારતમાં એક જ દિવસમાં 7000થી વધુ કેસ નોંધાયા હતા.
ભારતમાં ચોવીસ કલાક દરમ્યાન 7000 થી વધુ કેસ નોંધાયા હતા. વેબસાઈટનાં આંકડા 7111 નવા કેસો સુચવે છે. અત્યાર સુધીમાં 57429 લોકો સાજા થઈ ગયા છે. એકટીવ કેસોની સંખ્યા 76598 થઈ છે તેમાંથી 8900 ની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.
વિશ્વને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકા સૌથી પ્રભાવિત છે. રશીયા, બ્રાઝીલ, ઈટલી, ફ્રાંસ, સ્પેન, બ્રિટન જેવા દેશો ભારતથી આગળ છે. ભારતમાં સૌથી પ્રભાવીત રાજય મહારાષ્ટ્ર છે. એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 3041 કેસ નોંધાયા હતા અને કુલ સંખ્યા 50,000 ને પાર થઈને 50231 થઈ હતી. મૃત્યુઆંક 1635 થયો હતો અને સતત આઠમા દિવસે 2000થી વધુ કેસો નોંધાયા હતા.
આજ રીતે ગુજરાત, તામીલનાડુ, તથા પાટનગર દિલ્હીની હાલત પણ ખરાબ છે. ગુજરાતમાં નવા 394 કેસ સાથે કુલ સંખ્યા 14063 થઈ હતી. પાટનગર દિલ્હીમાં કુલૂ કેસ 13000 થી અધિક થયા હતા.તામીલનાડુમાં નવા 765 કેસ નોંધાવા સાથે કુલ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 16277 થઈ હતી.
મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી કોરોનાના ઓછા કેસ ધરાવતાં રાજયોમાં પણ સંક્રમણ વધવા લાગ્યુ છે. હરીયાણા, ઝારખંડ, મણીપુર, જમ્મુ કાશ્મીર, તેલંગાણા, સહીતનાં અનેક રાજયોમાં કોરોનાના નવા કેસો નોંધાયા હતા. અગાઉ કોરોના મુકત થઈ ચુકેલા ગોવા-સિકકીમ જેવા રાજયોમાં પણ કેસ વધતા સરકારની ચિંતા વધવા લાગી છે.
ભારતમાં કોરોનાના રોજેરોજ વધતા કેસો વચ્ચે વિકરાળ સ્વરૂપ લેવા માંડયો છે દુનિયાભરમાં આ કેસોની સંખ્યા વધી રહી છે. વિશ્ર્વમાં સૌથી પ્રભાવીત રાષ્ટ્રોની યાદીમાં ભારતનો ક્રમ ઉપર આવવા લાગ્યો છે. ભારત અત્યાર સુધી 12 માં સ્થાને હતું. ઈરાન 10 માં નંબરે હતું હવે ભારતનો ક્રમ 10 મો થઈ ગયો છે. ઈરાનથી આગળ નીકળી ગયુ છે.ઈરાનમાં 1.35 લાખ કેસ સામે ભારતમાં સંખ્યા 1.38 લાખથી વધી ગઈ છે. મૃત્યુઆંક 4000 ને વટાવી ગયો છે.