વિશ્વમાં કોરોના વાઈરસને લીધે મૃત્યુ પામનારની સંખ્યા પાંચ લાખને પાર થઈ ગઈ છે. અનેક દેશોમાં સંક્રમણની બીજી લહેરનું સંકટ આવે તેવી દહેશત પ્રવર્તિ રહી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ અમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં નવા જે નવા કેસ આવી રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે.
વિશ્વમાં પ્રત્યેક 24 કલાકમાં 4,700થી વધારે લોકોના કોરોનાથી મોત થઈ રહ્યાછે. 1થી 27 જૂન સુધીની આંકડાકીય માહિતીને જોઈએ તો પ્રત્યેક કલાકે 196 લોકોના જીવ જઈ રહ્યા છે, એટલે કે પ્રત્યેક 18 સેકન્ડમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક સપ્તાહમાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં જે પણ મૃત્યુ થયા છે, તે પૈકી એકલા અમેરિકામાં ચોથા ભાગના છે. તાજેતરમાં દક્ષિણ અને પશ્ચિમી રાજ્યોમાં સંક્રમણ ઝડપથી વધ્યું છે. લેટિન અમેરિકામાં પણ સંક્રમણ ઘણુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સોમવારે ઓસ્ટ્રેલિયાએ ફરીથી સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમો લાગુ કર્યા છે.
ફક્ત પાંચ મહિનામાં કોરોનાને લીધે થતા મૃત્યુની સંખ્યા મેલેરિયાથી એક વર્ષમાં થતા કુલ મૃત્યુ કરતા વધારે છે. વિશ્વભરમાં કોરોના વાઈરસથી એક મહિનામાં સરેરાશ 78 હજાર લોકોના મોત થઈ રહ્યા છે. વર્ષ 2018માં વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે એઈડ્સને લીધે એક મહિનામાં સમગ્ર વિશ્વમાં 64 હજાર અને મેલેરિયાથી 36 હજાર લોકોના મોત થાય છે.
હેલ્થ એક્સપર્ટે એ વાતની માહિતી મળી છે કે ઉંમરના કયા પડાવ પર વાઈરસનું જોખમ વધારે છે. અત્યાર સુધી રિસર્ચમાં વૃદ્ધો પર જોખમ સામે આવ્યું છે. કેટલાક યુરોપિયન દેશ કે જ્યાં વૃદ્ધોની સંખ્યા વધારે હતી ત્યાં મૃત્યુદર ઘણો વધારે હતો. યુરોપિયન સેન્ટર ફોર ડિસિસ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટની એપ્રિલ મહિનાના એક અહેવાલમાં 20 દેશમાં ત્રણ લાખ કેસ પર સંશોધન કરવામાં આવ્યું.
તેમા જાણવા મળ્યુ છે કે મૃત્યુ પામનાર 46 ટકા લોકો 80 વર્ષની ઉંમરના હતા.જોકે, ઈન્ડોનેશિયામાં હજારોની સંખ્યામાં બાળકોના કોરોનાને લીધે મોત થયા છે. એવું કહેવામાં આવે છે કે એનીમિયા, કુપોષણ તથા સ્વાસ્થ્ય સુવિધાઓની અછતને લીધે કોરોના સંક્રમણનો સામનો કરી ન શક્યા.