ભારતમાં કોરોનાના 15.74 લાખ દર્દી સાજા થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. દેશમાં કુલ કેસ 22.61 છે અને એમાંથી 15 લાખ કરતાં વધુ સાજા થતાં રિકવરી રેટ 70 ટકાની નજીક પહોંચી ગયો છે. 823ના મોત થતાં કુલ મૃત્યુ આંક 45202 થયો હતો. 52,040 નવા કેસ નોંધાયા હતા.
કોરોનાના કુલ કેસ 22.61 લાખને પાર થયા હતા. નવા 52,040 કેસ દર્જ થયા હતા. બીજી તરફ 48,931 દર્દી એક જ દિવસમાં સાજા થતાં કુલ 15.74 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 22.61 લાખમાંથી 15.74 લાખ દર્દીઓ સાજા થઈ જતાં રિકવરી રેટ 70 ટકાની નજીક હોવાનું આરોગ્ય વિભાગે કહ્યું હતું.
દિલ્હીમાં નોંધપાત્ર 90 ટકા રિકવરી રેટ પહોંચ્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે દિલ્હીમાં 90 ટકા દર્દી સાજા થઈ ચૂક્યા છે અને સંક્રમણ પણ નોંધપાત્ર રીતે ઘટતું જાય છે. તેમના કહેવા પ્રમાણે અત્યારે માત્ર સાત ટકા કેસ જ એક્ટિવ છે.
કેન્દ્ર સરકારના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો હતો કે અત્યારે શાળા-કોલેજો ખોલવાની દિશામાં કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. અત્યાર સુધીમાં એક માત્ર ચંડિગઢે જ સ્કૂલ-કોલેજ ખોલવાની ઈચ્છા દર્શાવી છે. તે સિવાયના રાજ્યો હજુ પણ શાળા-કોલેજો બંધ રાખવાની તરફેણમાં છે. આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહતોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
તેમને છેલ્લાં એક સપ્તાહમાં મળેલા ઉચ્ચ અિધકારીઓ ક્વોરન્ટાઈન થયા હતા. મધ્યપ્રદેશના ઈન્દોરમાં 13 ટકા દર્દીઓ ઘરે ક્વોરન્ટાઈન થઈને અને ઘરે જ સારવાર લઈને સાજા થયા હોવાનું સરકારે કહ્યું હતું. ઈન્ડિયન આર્મીના ગોરખા રેજિમેન્ટના ચાર જવાનોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નેપાળ સરહદે ફરજ બજાવતા આ જવાનોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા પછી અન્ય જવાનોને પણ ક્વોરન્ટાઈન થવાની ભલામણ કરાઈ હતી.