New Delhi: Rebel Congress leader Sachin Pilot leaves after meeting with party leader Priyanka Gandhi Vadra, at 15 GRG Road war room in New Delhi, Monday, Aug. 10, 2020. (PTI Photo)(PTI10-08-2020_000135B)

રાજસ્થાન રાજકારણનો ગરમાયેલ માહોલ શાંત થતો દેખાઈ રહ્યો છે કારણ કે, સચિન પાયલટ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને હવે કોંગ્રેસને સત્તા ગુમાવવાનો ડર પર સમાપ્ત થઈ ગયો છે. સચિન પાયલટે પોતાના સમર્થકો સાથે મળીને કરેલી બળવાખોરી બાદ સોમવારે રાહુલ ગાંધી સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સચિન પાયલટ સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત સકારાત્મક રીતે પૂર્ણ થઈ હતી અને સચિનની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ ચૂકી છે.

જો કે સચિનને પોતાના ઉપ મુખ્યમંત્રી પદ પરત મળશે કે નહીં તેના પર માહિતી મળી નથી પરંતુ આ મુલાકાતમાં સચિન પાયલટનાં તમામ સમસ્યાઓનું સમાધાન કોંગ્રેસ દ્વારા થશે એ વાયદાઓ સાથે સચિન માની ગયો છે અને સચિન પાયલટ કોંગ્રેસમાં કોઈ મોટા પદ પર નજરે પડી શકે છે.ગેહલોત સરકારે રાજ્યપાલ કલરાજ મિશ્ર પાસે વિધાનસભા સત્ર શરૂ કરવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યા હતા અને તેમણે 14 ઓગસ્ટે વિધાનસભા સત્ર શરૂ કરવાની મંજૂરી આપી હતી. એવામાં સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો સાથે થયેલ મુલાકાત બાદ કહીં શકાય કે કોંગ્રેસને હવે સરકાર પડી જવાનો ભય સમાપ્ત થઈ ગયો છે.

આજ રોજ તમામ ધારાસભ્યો જયપુર આવી શકે છે.14 ઓગસ્ટનાં દિવસે રાજસ્થાન વિધાનસભા સત્ર શરૂ થનાર છે જેમાં મુલાકાત બાદ સચિન પાયલટ પણ શામેલ થશે એવો અંદાજ છે. મુલાકાત બાદ તેમણએ ટ્વીટ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને ટેગ કરીને પોતાની સમસ્યાઓના સમાધાન માટે આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાનું કાર્ય શરૂ કરી રાજસ્થાનનાં લોકો સાથે કરેલા વાયદાઓને પૂર્ણ કરવા માટેની વાત કહી હતી.સચિન પાયલટે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવો કર્યો હતો જેથી કોંગ્રેસ પાર્ટી હચમચાવી ગઈ હતી.

જો કે એક તરફ આ બળવો કોંગ્રેસ સાથે પણ કર્યો હતો કહી શકાય. સચિન પાયલટનાં બળવા બાદ પાર્ટીએ સચિનને મનાવવાના તમામ કોશિશો કર્યા પરંતુ સચિન પાયલટે સતત કોંગ્રેસની અપીલો નકારતા રહ્યા અને અંતે પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરી હતી અને ઉપ મુખ્યમંત્રી પદ અને પ્રદેશ અધ્યક્ષ પદેથી બેદખલ કરી દીધો હતો. પાર્ટીને પાડવાનું કાવતરુ ઘડવા અને હોર્સ ટ્રેડિંગ મામલે તેમને અયોગ્યતાની નોટિસો મોકલી હતી ત્યાર બાદ પાટલટને કોર્ટ તરફથી રાહત મળી હતી. જો કે હવે સચિન પાયલટની હાઈકમાન સાથે મુલાકાત બાદ સકારાત્મક પરિણામો આવ્યા છે તેવું કહી શકાય છે પરંતુ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે થયેલી રસાકસીનો અંત આવશે કે શું તે સમય જ નક્કી કરશે.