ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વધુ 2244 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. જેની સાથે જ રાજ્યમાં કોરોનનાા કુલ કેસનો આંક 75 હજારને પાર થયો છે. ગુજરાતમાં 12 ઓગસ્ટના 1152 કેસ-18ના મૃત્યુ જ્યારે 13 ઓગસ્ટના 1092 કેસ-18ના મૃત્યુ નોંધાયા હતા. હાલ એક્ટિવ કેસ 14310 છે અને 79 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા બે દિવસથી સતત 50 હજારથી વધુ ટેસ્ટ કરાયા છે અને 2023 દર્દીઓ સાજા થયા છે. સુરતમાં બુધવારે 272 જ્યારે ગુરૂવારે 251 નવા કેસ નોંધાયા હતા. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 16 હજારને પાર થઇને 16220 થયો છે.
સુરતમાં ઓગસ્ટ માસના 13 દિવસમાં જ કોરોનાના કુલ 3151 નવા કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં બુધવારે 159-ગુરૂવારે 166 નવા કેસ સામે આવ્યા હતા. જેની સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસ હવે 28517 થયો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી વડોદરામાં બુધવારે 120-ગુરૂવારે 109, રાજકોટમાં બુધવારે 95-ગુરૂવારે 95, ભાવનગરમાં બુધવારે 46-ગુરૂવારે 40, ગાંધીનગરમાં બુધવારે 30-ગુરૂવારે 33, જૂનાગઢમાં બુધવારે 19-ગુરૂવારે 17, જામનગરમાં બુધવારે 38-ગુરૂવારે 39 નવા કેસ નોંધાયા હતા.
કોરોનાના કુલ કેસનો આંક હવે વડોદરામાં 6 હજાર, રાજકોટમાં 3 હજાર, ભાવનગરમાં 2 હજારને પાર થઇ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરેન્દ્રનગરમાં કુલ કેસનો આંક 1 હજારને પાર થયો છે. આ સાથે જ ગુજરાતના 11 જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 1 હજારને પાર થઇ ચૂક્યો છે. છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ સુરતમાંથી 10, અમદાવાદમાંથી 8ના, રાજકોટમાંથી 9ના, વડોદરામાંથી 3ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યારસુધી કોરોનાથી 2733 દર્દીઓના મૃત્ય થયા છે.
કુલ મરણાંક હવે અમદાવાદમાં 1652,સુરતમાં 534 છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1046 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યારસુધી 58439 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાનો રીક્વરી રેટ 77.42% છે. હાલ રાજ્યમાં 4.88 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોર બાદ ગુજરાતમાં કોરોના ટેસ્ટ વધારી દેવામાં આવ્યા છે. બુધવારે 50124, ગુરૂવારે 50817 એમ કુલ 1,00,941 ટેસ્ટ થયા છે. ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ 18 માર્ચના નોંધાયા બાદ પ્રથમ 1 લાખ ટેસ્ટ છેક 7 મેના પૂરા થયા હતા. જેની સરખામણીમાં હવે બે દિવસમાં જ 1 લાખ ટેસ્ટ થઇ ચૂક્યા છે. ગુજરાતમાં અત્યારસુધી 11,59,822 ટેસ્ટ કરવામાં આવ્યા છે.