Getty Images)

સુપ્રીમકોર્ટે માનહાની કેસ મામલે સિનિયર વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા છે. પ્રશાંતે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે અને 4 પૂર્વ સીજેઆઈ વિરુદ્ધ ટ્વિટ કર્યું હતું. હવે સજા મામલે આગામી 20 ઓગસ્ટના રોજ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કૃષ્ણ મોરારીએ પ્રશાંત ભૂષણના ટ્વિટ મામલે ફેંસલો સંભળાવ્યો. છે.

સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે ટ્વિટમાં કથિત રૂપે લખ્યું હતું કે ન્યાયતંત્ર લોકશાહીને બચાવવા માટે કંઈ કરી રહ્યું નથી. એક અન્ય ટ્વિટમાં તેમણે ચીફ જસ્ટિસ બોબડેની એ કારણે નિંદા કરી હતી કે, તેમણે કોરોનાના સમય દરમિયાન અદાલતોને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટ દ્વારા આ મામલે ગત મહિને ટ્વિટરને પણ પૂછવામાં આવ્યું હતું કે માનહાની કેસમાં કાર્યવાહી શરુ કર્યા બાદ પણ ટ્વિટ ડિલીટ કેમ કરવામાં આવી નથી? આ બાબતે ટ્વિટર તરફથી વકીલ સાજન પોવૈયાએ જણાવ્યું હતું કે, ” જો કોર્ટ કોઈ આદેશ આપે તો ટ્વિટ ડિલીટ કરવામાં આવી શકે છે. કંપની સ્વયં કોઈ ટ્વિટ ડિલીટ નથી કરી સકતી.”