10 વર્ષની વયની ભારતીય મૂળની બાળા સૌપર્ણિકા નાયરે ‘બ્રિટન ગોટ ટેલેન્ટ’ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. લોકપ્રિય શોના સેમિ-ફાઇનલ માટેના પ્રદર્શન વખતે તેણીએ ‘નેવરલેન્ડ’ ગીત ગાયું હતું અને તેના પ્રભાવશાળી ગાયનથી જજીસ સાયમન કોવેલ, ડેવિડ વીલિયમ્સ, અલેશા ડિકસન અને અમેન્ડા હોલ્ડન પણ અભિભૂત થઇ ગયા હતા.
કોંગ્રેસના કેરાલાના સાંસદ શશી થરૂરે સોમવારે પોતાના ટ્વીટર મેસજ દ્વારા તેનું ગીત શેર કરી ભારતીયોને તેના માટે મત આપવાની વિનંતી કરી હતી.
રસપ્રદ વાત એ છે કે, સૌપર્ણિકાએ જુડિશ ગારલેન્ડના એક નંબરથી તેનું ઓડિશન શરૂ કર્યું હતું, પરંતુ જજ સાયમન કોવેલ દ્વારા તેમને વચ્ચેથી અટકાવી દેવામાં આવી હતી અને તેને જુડિશનું “નેવર ઇનફ”માંથી બીજુ ગીત ગાવાનું કહ્યું હતું.
બીજા ગીત પછી સાયમને કહ્યું હતું કે “હું પ્રમાણિકપણે કહું તો તેં આ ગીતને સંપૂર્ણપણે રજૂ કર્યું છે” સૌપર્ણિકાના ગીતને મ્યુઝિકલ ઉસ્તાદ એ.આર. રહેમાન દ્વારા પણ બિરદાવવામાં આવ્યું હતું અને તેમણે તેનો વીડિયો ટ્વીટ કર્યો હતો.