LNG ટેન્કર ટર્મિનલ (પ્રતિકાત્મક તસવીર)

ગુજરાત સરકારે ભાવનગર બંદર પર વિશ્વના સૌપ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલની સ્થાપના કરવા માટેની મંજૂરી આપી દીધી છે. વિશ્વમાં આ માન મેળવનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. આ CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા 1900 કરોડના ખર્ચે બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં રૂપિયા 1300 કરોડ અને દ્વિતીય તબક્કામાં 600 રૂપિયાનો કરોડનો ખર્ચ થશે.
ગુજરાત મેરિટાઇમ બોર્ડ ફોરસાઈટ ગ્રુપ પદ્મનાભ મફતલાલ ગ્રુપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસને પ્રોજેક્ટ ડેવલપર તરીકે મંજૂરી આપશે. આ ટર્મિનલ બન્યા બાદ 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે એમ બોર્ડના સાધનોએ જણાવ્યું હતું. આ ટર્મિનલની ક્ષમતા વાર્ષિક 15 લાખ ટનની હશે. આ ટર્મિનલના કારણે ભાવનગર બંદરનો વિકાસ પણ બહુ ઝડપથી થવાની ધારણા છે.