આગામી 31મી ઑક્ટોબરના રોજ ફર્લો યોજનાની સમાપ્તિ પહેલા કેટલીક કંપનીઓએ પોતાના સ્ટાફને રિડન્ડન્સી નોટિસ આપતા ઋષિ સુનકે ફર્લો યોજનાને સ્થાને નવા વેજ સપોર્ટ પ્રોગ્રામની આશાને વેગ આપ્યો છે. મિનીસ્ટર્સે લોકોની નોકરીઓના નુકસાન અંગે ભય રજૂ કર્યો છે.
સુનકે ભારપૂર્વક જણાવ્યું છે કે ‘’હું £27.4 બિલીયનની કોરોનાવાયરસ જોબ રીટેન્શન યોજના (ફર્લો)ની મુદત વધારાશ નહીં, તેમ છતાં, નોકરી અને રોજગારને ટેકો આપવા માટે રચનાત્મક અને અસરકારક રીતે કાર્ય કરીશ. આ સંકટ દરમ્યાન હું નોકરી અને રોજગારને ટેકો આપવા માટે રચનાત્મક અને અસરકારક રીતે કાર્ય કરવામાં સંકોચ કરતો નથી અને તે ચાલુ રાખીશ.”
તેમણે કેબિનેટને અપડેટ કરતાં કહ્યું હતું કે તેઓ ચેપના દરમાં વધારો અને નવા સામાજિક અંતરના નિયમોને ધ્યાનમાં લઈ રહ્યા છે. માર્ચથી અત્યાર સુધીમાં લગભગ 700,000 કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે.
આશરે 1,200 જેટલા લેબર કાઉન્સિલરો અને મેયરોએ વડા પ્રધાનને પત્ર લખીને ફર્લો યોજનાને ખતમ કરવાની યોજના અંગે પુનર્વિચારણા કરવા વિનંતી કરી છે. પત્રમાં એલાયન્સ ફોર ફૂલ એમ્પલોયમેન્ટના સમર્થનની રૂપરેખા પણ આપવામાં આવી છે, જેને ભૂતપૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉન, લંડનના મેયર સાદિક ખાન, નોર્થના મેટ્રો મેયર, વેલ્શના ફર્સ્ટ સેક્રેટરી અને બ્રિસ્ટોલના મેયર દ્વારા તેને સેટ અપ કરવામાં આવી હતી.
“બ્રિટનના સ્થાનિક વિસ્તારોમાં ઘણા બધા મજૂર નેતાઓ એક સાથે મળીને સંપૂર્ણ રોજગાર માટેના અમારા જોડાણને સમર્થન આપવા બેરોજગારી વધારવાની ભારે અસ્વસ્થતા દર્શાવે છે.” “કાઉન્સિલરો સારી રીતે જાણે છે કે તેમના સ્થાનિક સમુદાયોમાં શું ચાલી રહ્યું છે જ્યાં ઘણા લોકો તેમના આજીવિકા વિશે અસર પામ્યા છે.