યુકેની સરકાર જાસુસી સંસ્થા એમઆઈ 5ના એજન્ટોને કાયદો તોડવા માટે પરવાનગી આપવા માટે ગુરુવારે સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સરકાર કહે છે કે આ બિલ ગુનેગારોને ‘મારવા માટેનું લાયસન્સ’ નથી. કારણ કે તે માનવાધિકાર અંગેના યુરોપિયન કન્વેન્શનનું પાલન કરશે, જે હત્યા અને ટોર્ચરને માન્યતા આપતું નથી.
માનવાધિકાર જૂથોનું નેતૃત્વ કરતા રેપ્રાઇવે જણાવ્યું હતું કે આતંકવાદી ગેંગમાં છુપાઇને કામ કરનારા એજન્ટોને કેટલી હદે કામ કરવા દેવું તેની સ્પષ્ટ મર્યાદા હોવી જોઈએ.
રિપ્રાઇવના ડિરેક્ટર, માયા ફોઆએ જણાવ્યું હતું કે “આપણી ગુપ્તચર એજન્સીઓ આ દેશને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ કાર્ય કરે છે, પરંતુ તેમના એજન્ટોની પ્રવૃત્તિઓ પર સામાન્ય સમજની મર્યાદા હોવી જોઈએ, અને અમને આશા છે કે સાંસદો તેની ખાતરી કરશે કે આ મર્યાદા કાયદામાં લખવામાં આવે.”
એમઆઈ 5ની લાંબા સમયથી નીતિ રહી છે, તેના અધિકારીઓ અને માહિતી આપનારાઓને ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગ લેવાની મંજૂરી આપવી. પણ તેની સામે તે ગુનાઓ પ્રાપ્ત કરેલા પુરાવાના પ્રમાણ મુજબના હોવા જોઇએ. ગયા વર્ષના અંતે અદાલતે તેને કાયદેસર માન્યા હતા.
નાઇમુર ઝાકારિયા રહેમાનને 2018માં પૂર્વ વડા પ્રધાન થેરેસા મેની હત્યાના કાવતરા બદલ આજીવન જેલ થઇ હતી. તે ગુપ્તચર ઓપરેશન બાદ પકડાયો હતો. એમઆઇ 5 એ પોલીસ સાથે મળીને 2017 થી 27 ઇસ્લામીસ્ટ અને રાઇટ વિંગ આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. એમઆઇ 5 ના ડાયરેક્ટર જનરલ, કેન મેક’કેલમે કહ્યું હતું કે, “માનવ એજન્ટોના યોગદાન વિના, આમાંના ઘણા હુમલાઓને અટકાવી શકાયા ન હોત.”