બોલિવૂડના પ્લેબેક સિંગર કુમાર સાનુ (ફાઇલ ફોટો Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

જાણીતા પાશ્વગાયક કુમાર સાનુ કોરોનાને કોરોનો થયો છે, એવી તેમની ટીમે શુક્રવારે તેમના સત્તાવાર ફેસબુક હેન્ડલ પર માહિતી આપી હતી. આ પોસ્ટમા જણાવાયું છે કે 62 વર્ષીય સાનુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમની તંદુરસ્તી માટે ભગાવનને પ્રાર્થન કરો.

કુમાર સાનુનો પુત્ર જાન હાલ સલમાન ખાન સંચાલિત બીગ બોસ હાઉસમાં છે. કુમાર સાનુનું સાચું નામ કેદારનાથ ભટ્ટાચાર્ય છે.પરંતુ ફિલ્મોદ્યોગમાં એ કુમાર સાનુના નામથી પ્રસિદ્ધ છે. કુમાર સાનુએ આશિકી, સાજન, વિજયપથ, દિવાના અને બાજીગર જેવી હિટ ફિલ્મોમા પોતાનો અવાજ આપ્યો છે. એક દિવસમાં 28 ગીત રેકોર્ડ કરવાનો વિક્રમ કુમાર સાનુના નામે બોલે છે. કુમાર સાનુએ ગાયક તરીકેની કારકિર્દી 1989માં શરૂ કરી હતી. એ ગાયકી અને તબલાંવાદન એમ બબ્બે તાલીમ લીધેલા કલાકાર છે. કિશોર કુમારને પોતાનો આદર્શ માનીને તેમણે કારકિર્દી બનાવી હતી.