પેન્સિલવેનિયા, નેવાડા અને જ્યોર્જિયામાં ટ્રમ્પ સામે સરસાઈ મેળવીને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન જીતની નજીક પહોંચી ગયા છે. પેન્સિવેનિયામાં બિડેન આશરે 28,000 મતથી આગળ છે. આ રાજ્યમાં જીત સાથે બિડેન પ્રેસિડન્ટ બનવા માટે 270નો આંકડા હાંસલ કરી શકે છે.
બિડેનને 253 ઇલેક્ટ્રોરલ વોટ મળ્યા છે, જ્યારે ટ્રમ્પને 214 વોટ મળ્યા છે. બિડેનને હજુ વિજેતા જાહેર કરવામાં આવ્યા ન હોવાથી ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકો નિરાશ થયા હતા.
પેન્સિલવેનિયામાં 20 ઇલેક્ટ્રોરલ વોટ સાથે બિડેન 270 વોટનો આંક હાંસલ કરશે. પેન્સિલવેનિયામાં બિડેન 27,130 વોટથી આગળ છે અને આશરે 96 ટકા મતગણતરી પૂરી થઈ છે.
જ્યોર્જિયામાં બિડેનની સરસાઈ શરૂઆતમાં ઘણી ઓછી હતી, તેથી અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેર મતગણતરી અનિવાર્ય બનશે, પરંતુ આ રાજ્યમાં બિડેનની સરસાઈ વધીને આશરે 4,000 વોટની થઈ હતી. જ્યોર્જિયામાં 20 ઇલેક્ટ્રોરલ વોટ છે. જ્યોર્જિયામાં 99 ટકા મતગણતરી પૂરી થઈ છે.
એરિઝોનમાં બિડેનની સરસાઈ જળવાઈ રહી હતી. એરિઝોનામાં 97 ટકા મતગણતરી થઈ છે અને બિડેન 29,861 વોટથી આગળ છે. નેવાડામાં બિડેનનની સરસાઈ વધીને 22,600 વોટની થઈ હતી. નેવાડામાં આશરે 93 ટકા મતગણતરી પૂરી થઈ છે.