અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે પ્રહારો ચાલુ રાખ્યું છે. તેમણે ચીનની 31 કંપનીઓમાં અમેરિકાના મૂડીરોકાણને પ્રતિબંધિત કરવા માટે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
આ અંગે માહિતી આપતા અમેરિકાના વહીવટીતંત્રે કહ્યું કે, આ આદેશ મુજબ કોમ્યુનિસ્ટ ચાઇનીઝ સેનાની કંપનીઓમાં કોઇ પણ સ્વરૂપે મૂડીરોકાણ કરનાર સિક્યોરિટીઝ – જામીનગીરીઓની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પે પોતાના એક્ઝિક્યુટિવ આદેશમાં કહ્યુ કે, ચીન સંશાધનો હાંસલ કરવા માટે અમેરિકામાંથી જંગી પ્રમાણમાં રોકાણ ખેંચી રહ્યું છે અને પોતાની સેના, ગુપ્તચર સેવા અને અન્ય ડિફેન્સના વિકાસ અને આધુનિકીકરણ કરી રહ્યું છે, જેનાથી અમેરિકન સેનાને સીધો પડકાર ફેંકી શકાય છે. આવી કંપનીઓમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચર્ર હુવેઇ અને વીડિયો સર્વેલન્સ ઉપકરણ બનાવનાર કંપની હિકવિઝન શામેલ છે. આ ઉપરાંત આ યાંદીમાં ચાઇના ટેલિકોમ અને ચાઇના મોબાઇલ પણ શામેલ છે, જે ન્યુયોર્ક શેરબજારમાં લિસ્ટેડ છે.