ભારતના વિદેશી હુંડિયામણ અનામતમાં અંદાજે 47 કરોડ ડોલર્સનો ઘટાડો થયો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે. 27 નવેમ્બરે જાહેર થયેલા સાપ્તાહિક રીપોર્ટમાં રિઝર્વ બેંકે આ માહિતી આપી હતી. અગાઉ 20 નવેમ્બરે જાહેર થયેલા રીપોર્ટ મુજબ વિદેશી હુંડિયામણ અનામતમાં બે બિલિયન ડોલર્સનો વધારો થયો હતો અને કુલ અનામત 575.29 બિલિયન ડોલર્સ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ એફસીએ 35.2 કરોડ ડોલર્સ વધીને 533.455 બિલિયન ડોલર્સ થઇ હતી. સામાન્ય રીતે એફસીએમાં યુરો, પાઉન્ડ, યેન વગેરેનો સમાવેશ થતો હોય છે પરંતુ એ ડોલર્સમાં જ જાહેર થતી રહી છે. પૂરતું વિદેશી હુંડિયામણ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્ત્વનું હોય છે. ક્યારેક મોટું વિદેશી દેવું ચૂકવવામાં એ ઉપયોગી થાય છે. ગત સપ્તાહે ભારતના સોનાના રીઝર્વની કિંમત 82.2 કરોડ ડોલર્સ ઘટીને 35.192 બિલિયન ડોલર્સ થઇ હતી.