અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં જણાવ્યું હતું કે, તે ફિલ્મોમાં તેના સાથી કલાકારોની સાથે તેની સરખામણી કરતી નથી. આ અભિનેત્રીને એક ઇન્ટરવ્યૂમાં ‘કુલી નંબર ૧’ અને રોહિત શેટ્ટીની ‘સિમ્બા’માં તેનાં પાત્રો ટૂંકા હોવા વિશે સવાલ કરાયો હતો તો તેણે કહ્યું હતું કે, ‘જ્યારે તમે રણવીર સિંઘ અને વરુણ ધવન જેવા કલાકારોની સાથે કામ કરી રહ્યા હોય ત્યારે તમારી કોઈ હેસિયત નથી હોતી કે, તમે પાત્રોની લંબાઈના મામલે તેમની સાથે સરખામણી કરો. તમે તો રોહિત શેટ્ટી અને ડેવિડ ધવન, વરુણ કે રણવીરની સાથે કામ કરવા માટે ફક્ત આભારી રહી શકો છો.’
તેણે વધુ કહ્યું હતું કે, ‘પાત્રની લંબાઈ મહત્ત્વની નથી. કેમ કે, આવા લોકોની સાથે કામ કરવાથી પ્રેરિત થવાય છે. લોકોને મનોરંજન કરવાનું હોય ત્યારે કોણે કયો જોક કહ્યો એ લડાઈમાં હું ઊતરવા માગતી નથી. હું માનું છું કે, ‘સિમ્બા’ ફિલ્મ જેટલી રણવીરની છે એટલી જ મારી છે.’