કોરોનાકાળમાં રાજ્ય સરકારે લગ્નસમારંભને સંદર્ભમાં પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. રાજ્ય સરકારે હવે એક જાહેરનામું બહાર પાડીને લગ્ન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કર્યું છે.
રાજ્યના ગૃહ વિભાગ શુક્રવારે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું. આ અંગે ઓર્ગેનાઈઝિંગ મેરેજ ફંકશન નામનું ઓનલાઈન સોફટવેર બનાવ્યું છે. લગ્નમાં 100 કે તેથી ઓછા લોકો હશે તો પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. અરજદારે લગ્ન પ્રસંગ યોજવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યાં બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લઈ શકે છે અને તેને PDF સ્વરૂપે પણ સેવ કરી શકે છે. પોલીસ કે વહીવટીતંત્રના અધિકારી લગ્ન વખતે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સ્લીપ માંગી શકે છે.