અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણી હારી ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા બચાવવા વિવિધ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ થયા છે. અગાઉ તેમણે અનેક રાજ્યોમાં ચૂંટણીમાં ગરબડ થઇ હતી તેવી કોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેમાં પણ તેમની હાર થઇ હતી. હવે સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની ટેક્સાસ સ્ટેટમાં મતગણતરી વખતે ગરબડ થઇ હતી તેવી અરજી ફગાવતા તેમને અને તેમના સમર્થકોને આંચકો લાગ્યો છે. ચૂંટણીમાં મોટાભાગના રાજ્યોમાં ગોટાળા થયા હોવાના આરોપ ટ્રમ્પે મુક્યો હતો અને ઘણા સ્ટેટમાં ગરબડના નામે તેમણે કોર્ટનો પણ સહારો લીધો હતો પરંતુ દરેક જ્ગ્યાએ તેમની ફરિયાદ ખોટી સાબિત થઇ.
સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું હતું કે, ટેક્સાસ પાસે જ્યોર્જિયા, મિશિગન, વિસ્કોન્સીન અને પેન્સિલવેનિયા સામે કેસ કરવા માટે કોઇ યોગ્ય ભૂમિકા રહી નથી. જસ્ટિસ સેમ્યુઅલ અલિટો અને જસ્ટિસ ક્લેરેન્સ થોમસે કહ્યું કે, અમે ટેક્સાસ સામે કેસ કરવાની મંજૂરી આપી હતી પરંતુ બાકીનાં ચાર રાજ્યોના પરિણામોને આખરી સ્વરૂપ આપવા પર કોઇ પ્રતિબંધ મૂક્યો નહોતો. તમે કરેલા તમામ આક્ષેપો તથ્યવિહિન અને ખોટા હતા.