બનાસકાંઠા જિલ્લાના ભાભર પાસે રવિવારની રાત્રે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા અને બે વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ અને કારમાં સવાર ડ્રાઈવરનું મોત થયુ હતું.
પોલીસે આપેલી માહિતી અનુસાર ભાભર તાલુકાના ખારા ગામના પાટીયા પાસે મોડી રાતે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતા. મૃતકમાં ત્રણ ભાંભર અને એક ડિસાના વ્યક્તિનો સમાવેશ થાય છે. અકસ્માતના પગલે ખારા ગામમાં માતમનો માહોલ છવાયો હતો.

            











