ઘણા સમયથી બોલીવૂડ ફિલ્મોમાંથી બહાર રહેલ બોબી દેઓલે હવે વેબ સીરીઝને રાહ પકડી છે. પ્રકાશ ઝાની વેબ સીરીઝ આશ્રમમાં તેના અભિનયની પ્રશંસા થઇ હતી. જોકે આ ફિલ્મનો વિવાદ થતાં તે ચર્ચાને પાત્ર પણ બન્યો હતો. તેની કારકિર્દી હવે ફરી પાટે ચડી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. બોબી દેઓલને હવે ફિલ્મની ઘણી ઓફરો મળી રહી છે. કહેવાય છે કે, તેની ધમાકેદાર પરફોર્મન્સ પછી તેને હવે સાઉથના ટોચના બેનરની ફિલ્મ મળે તેવી શકયતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, બોબી દક્ષિણ ભારતની એક ફિલ્મમાં વિલનનો રોલ ભજવતો જોવા મળે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દક્ષિણની એક ફિલ્મ માટે બોબી દેઓલ અને પ્રોડકશન હાઉસની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર સાથે બોબી દેઓલ મારામારી કરતો પણ જોવા મળશે. બોબી અને તેની ટીમ આ પ્રોજેક્ટની દરેક વિગતો જાણી રહી છે. તે પોતાના પાત્રમાં ફેરફાર ઇચ્છે છે. ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એવું માને છે કે ફિલ્મમાં વિલનનું પાત્ર પણ શક્તિશાળી હોવું જોઇએ.













