આસિસ્ટન્ટ કમિશનર ઑફ સ્પેશિયલ ઑપરેશન્સ અને નેશનલ લીડ, કાઉન્ટર ટેરર પોલીસીંગ, નીલ બાસુ ક્યુપીએમ સાથે ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન ઇના એડિટર એટ લાર્જ શ્રી બાર્ની ચૌધરીના મુલાકાતનું આયોજન શુક્રવાર તા. 23 એપ્રિલ 2021ના રોજ બપોરે ઝૂમ પર કરવામાં આવ્યું હતું.
એશિયન મીડિયા ગ્રુપ, ઇસ્ટર્ન આઇ, ઈન્ડિયા બિઝનેસ ગ્રુપ અને યુકેઆરઆઈ સાથે સંયુક્તપણે યોજાયેલ આ ફાયરસાઇડ ચેટ, જાન્યુઆરી 2021માં શરૂ થયેલી રમણિકલાલ પાયોનિયર્સ પ્રોજેક્ટની શ્રેણીની ત્રીજી ફાયરસાઇડ ચેટ છે. ઓ પ્રોજેક્ટ પ્રેરણાત્મક જીવનચરિત્રોના સંશોધન પર કેન્દ્રિત છે.
આ અગાઉ બ્રિટનમાં દક્ષિણ એશિયન ડાયસ્પોરાના બ્રિટીશ એશિયન હાસ્ય કલાકાર, અભિનેત્રી અને લેખક મીરા સયાલ અને બ્રિટીશ મેડિકલ એસોસિએશનના કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ચંદ નાગપૌલ યજમાન બની ચૂક્યા છે.
દક્ષિણ એશિયનો દ્વારા છેલ્લાં 100 વર્ષોથી બ્રિટીશ સમાજ પર પડેલા વિશાળ સામાજિક, સાંસ્કૃતિક, બૌદ્ધિક અને આર્થિક પ્રભાવને સમજવા માટે એશિયન મીડિયા ગ્રુપના સ્થાપક, સ્વર્ગીય રમણીકલાલ સોલંકીના નામથી પાયોનિયર્સ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ રીસર્ચ પ્રોજેક્ટ એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવશે જ્યાં ડેટાનો સંગ્રહ કરવામાં આવશે, ક્યુરેટ કરવામાં આવશે અને વહેંચવામાં આવશે. જેથી આ પ્લેટફોર્મ એક ‘જીવંત વારસો’ બની શકે અને યુકેના સ્પીરીટને પામી શકે. આ ફાયરસાઇડ ચેટ એ પાયોનિયર્સ પ્રોજેક્ટની શ્રેણીની બીજી ચેટ છે, જે બ્રિટનમાં દક્ષિણ એશિયાન ડાયસ્પોરાના વણકહેવાયેલા પ્રેરણાત્મક જીવનચરિત્રો પર કેન્દ્રિત છે.