કોરોના કહેર વચ્ચે 25 એપ્રિલ 2021ના રોજ સુરતમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. (PTI Photo)

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછતના કારણે પરિસ્થિતિ દિવસે દિવસે જોખમી અને ભયાવહ બનતી જાય છે. બુધવારે ઓક્સિજન કટોકટીને પગલે નવા દર્દીઓ માટે સ્મિમેર અને સિવિલ હોસ્પિટલના દરવાજા બંધ કરાયા હતા અને દર્દીઓ રઝળી પડ્યા હતા અને હૃદયદ્વાવક દૃશ્યો સર્જાયા હતા. મંગળવારે સુરતમાં કોરોનાના નવા 2,269 કેસ નોંધાયા હતા અને 27 લોકોના મોત થયા હતા.

શહેરની હોસ્પિટલોમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી ઓક્સિજનની કટોકટી છે. બુધવારે આ સ્થિતિ અત્યંત ગંભીર હતી. જોકે નવા દર્દીઓ માટેને શા માટે એડમિટ કરાતા નથી તે અંગે કોઇ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ ઓક્સિજનની અછત અને બેડના ન હોવાના કારણે બંને હોસ્પિટલોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. દરવાજા બંધ થયા બાદ હોસ્પિટલના ગેટ બહાર લાંબી લાઇનો લાગી છે.