સાથીદારો દ્વારા ‘આરબ શૂ બોમ્બર’ અને ઓફિસમાં કામ કરી રહેલો છેલ્લો એથનિક અને બીજા ઘણા બધા રેસીસ્ટ દુર્વ્યવહાર, બુલીઇંગ અને અપમાનનો ભોગ બનેલા 36 વર્ષના શીખ સેલ્સમેન કેયરન સિધ્ધુએ ટેક કંપની એક્સેર્ટીસ સામે ગુમાવેલ કમાણી, લાગણીઓને ઇજા પહોંચાડવા અને વણસેલા નુકસાન માટે £6.63 મિલિયનના વળતરનો દાવો માંડ્યો છે. સિધ્ધુને થયેલું માનસિક નુકસાન એટલુ બધુ ખરાબ હતું કે તે ફરીથી કામ કરવા માટે અસમર્થ થઈ શકે છે.
બેઝીંગસ્ટોકની ઑફિસમાં £46,000 પ્રતિ વર્ષના પગારની નોકરી કરતા સિધ્ધુ સાથે કામ કરતા કર્મચારીઓના રેસીસ્ટ દુર્વ્યવહારના સતત અભિયાનનો ભોગ બન્યો હતો. તે રેસ ડિસ્ક્રીમીનેશન, વંશીય સતામણી અને કંપની સામે કન્સ્ટ્રક્ટીવ ડિસમીસલનો કેસ જીતી ચૂક્યો છે.
બ્રિટનમાં જન્મેલા અને સ્કોટ્ટીશ અને ભારતીય વંશના સિધ્ધુને ‘ટીમનો એકમાત્ર એથનિક’; ‘ટેમ્પરામેન્ટલ સીરિયન ઇમિગ્રન્ટ’; ‘ફ** ફોર આઇસીસ’ કહી ચીઢવવામાં આવતો હતો. સિધ્ધુએ સાઉધમ્પ્ટનમાં એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલને કહ્યું હતું કે, સેલ્સ ટીમે ક્યુ સેરા સેરાની ધૂન પર ગીત બનાવીને તેને પજવવા માટે ‘સિધ્ધુ સિધ્ધુ, હી વર્ક્સ એટ O2, સિધ્ધુ, સિધ્ધુ, હી ઇઝ એન આરબ ટૂ, એન્ડ હી ઇઝ ગોટ બોમ્બ ઇન હીઝ શુઝ’ ગાતા હતા. 2012માં કંપનીમાં જોડાયેલ
સિધ્ધુની પજવણી જાન્યુઆરી, 2016માં તે ટેક પ્રોડક્ટ્સનું વેચાણ કરતી પેઢીનો એકાઉન્ટ મેનેજર બનતા વધી ગઇ હતી.
તેની ટીમના સભ્યો વારંવાર મેકડોનાલ્ડની એડવર્ટ્સ અને એક સ્પુફ મેલ એસ્કોર્ટનું બિઝનેસ કાર્ડ તેના કોમ્પ્યુટર મોનિટર પર ચોંટાડી જતા હતા અને કહેતા કે સિધ્ધુને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ તે શું કરશે. એક સાથીએ સિધ્ધુનું ઘર ગુગલ મેપ્સ પર શોધી કાઢ્યા પછી જાહેર કર્યું હતું કે તે આતંકવાદી યુદ્ધ ક્ષેત્ર જેવો વિસ્તાર લાગે છે અને તે ‘શી*’ વિસ્તારમાં રહે છે. તે સ્થળ શું કહેવાય છે, અલેપ્પો?
તે કામ પર મોડો આવતા એક વખત તેની સાથે કામ કરતા લોકોએ સિધ્ધુનુ લેપટોપ બીનમાં મૂકી દીધું હતું અને તેનુ માઉસ અને ચેર છુપાવી દઇ તેને પરેશાન કરવા બિરદાવ્યો હતો. તેઓ માનતા કે આ રમુજ છે પરંતુ સિધ્ધુ માટે તે શરમજનક અને વિક્ષેપજનક હતું.’
સિધ્ધુએ આ રેસીસ્ટ પજવણી સામે મેનેજરને ફરિયાદ પણ કરી હતી. પરંતુ ટ્રિબ્યુનલે શોધી કાઢ્યું હતું કે મેનેજર મેથ્યુ રમસીએ સિદ્ધુની બુલીઇંગની ફરિયાદોમાં ‘થોડો રસ’ જ દર્શાવ્યો હતો.
તેના બદલે, રમસીએ તેને ક્લાયન્ટ એકાઉન્ટ્સ લઇ લીધા હતા અને તે ટીમ સાથે બંધબેસતો ન હોવાને કારણે’ પેઢીમાંથી ચાલ્યો જાય તે માટે દબાણ કરવાની કોશિશ કરી હતી એવો ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો.
સિધ્ધુએ ભારે તાણ અને અસ્વસ્થતાના કારણે મે 2017માં નોકરી છોડી દીધી હતી.
તેનું મૂલ્યાંકન કરનારા માનસ ચિકિત્સક ડો. જોનાથન ઓર્ન્સટીનના જણાવ્યા અનુસાર આ રેસીસ્ટ પજવણીના કારણે તેને એટલું બધું ખરાબ માનસિક નુકસાન પહોંચ્યું હતું કે તે ફરીથી કામ કરવામાં અસમર્થ થઈ શકે છે અને તેની રીકવરીની ઘણી ઓછી તક છે’.
ટ્રિબ્યુનલએ શોધી કાઢ્યું હતું કે સિધ્ધુના ત્રણ પૂર્વ સાથીઓ ગ્લેન સ્મિથ, સ્ટુઅર્ટ સ્મિથ અને જ્હોન ક્લેયરીએ તેને વંશીય ત્રાસ આપ્યો હતો.
એક નિવેદનમાં એક્સેર્ટીસે કહ્યું હતું કે સિધ્ધુનો અનુભવ ‘1,800 થી વધુ કર્મચારીઓના બિઝનેસમાં એક અનોખો કેસ’ હતો. અમે યોગ્ય શિસ્તબદ્ધ પગલાં લીધાં છે. અમારા ધંધાના કેટલાક ભાગની અમુક વર્તણૂક, જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી ઓછી થઈ ગઈ હતી. ટ્રિબ્યુનલ નિર્ણય પેઢી અને બિઝનેસના ચોક્કસ ક્ષેત્રમાં ઇક્વાલીટી એક્ટ 2010ના ભંગ સાથે સંબંધિત છે. અમે ટ્રિબ્યુનલના નિર્ણયનો સંપૂર્ણ આદર કરીએ છીએ.’’
આ કેસની સુનાવણી સપ્ટેમ્બરમાં શરૂ થનાર છે.