યુદ્ધગ્રસ્ત ગાઝાના જરૂરિયાતમંદ લોકો માટે કથિત રીતે મસ્જિદોમાંથી ભંડોળ એકત્ર કરી રહેલા એક સીરિયન નાગરિકની અમદાવાદમાં શનિવાર, 23 ઓગસ્ટે ધરપકડ કરાઈ હતી, જ્યારે તેના ત્રણ સાગરિત ફરાર થયા હતાં.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી અને તેના સાથીઓ ગાઝા પીડિતોના નામે એકઠા કરેલા પૈસાનો ઉપયોગ વૈભવી જીવનશૈલીને જીવતા હતાં. તેઓ ખરાબ ઇરાદા સાથે રેકી કરી રહ્યાં હોવાની આશંકા છે. ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે, અલી મેઘાટ અલ-અઝહર (23)ની એલિસ બ્રિજ વિસ્તારની એક હોટલમાંથી ધરપકડ કરાઈ હતી.
ફરાર સીરિયનો, જેઓ એક જ હોટલમાં રોકાયા હતા, તેમની ઓળખ ઝકારિયા હૈથમ અલઝાર, અહેમદ અલહબાશ અને યુસુફ અલ-ઝહર તરીકે થઈ છે. એક ગુપ્ત માહિતીના આધારે, અમે દમાસ્કસના રહેવાસી અલ-અઝહરને ઝડપી લીધો હતો. અમને તેના પાસેથી 3,600 યુએસ ડોલર અને 25,000 રૂપિયા રોકડા મળી આવ્યા. તેની ધરપકડ પછી બાકીના ત્રણ ભૂગર્ભમાં જતા રહ્યાં હતાં. તેમની સામે લુક-આઉટ નોટિસ જારી કરાઈ છે, જેથી તેઓ ભારતમાંથી બહાર ન ભાગી જાય છે.
ચારેય સીરિયન ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતાં અને 22 જુલાઈએ કોલકાતા પહોંચ્યા હતા. તેઓ 2 ઓગસ્ટના રોજ અમદાવાદ પહોંચ્યા હતાં.”તેઓ સ્થાનિક મસ્જિદોમાં જઈને દાન માંગતા, સહાનુભૂતિ મેળવવા માટે ગાઝામાં ભૂખે મરતા લોકોના વીડિયો બતાવતા. તેઓએ દાવો કર્યો હતો કે તેઓ ગાઝામાં જરૂરિયાતમંદ લોકોને ખોરાક પૂરો પાડવા માટે ભંડોળ એકત્ર કરી રહ્યા હતા. પરંતુ અમને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે તેઓ ગાઝામાં ભંડોળ મોકલી રહ્યા હતા
