(Photo by Eddie Keogh- WPA Pool/Getty Images)

દુકાનો સાથેના જુના મકાનોને તોડી પાડ્યા બાદ £30 મિલિયન પાઉન્ડના ખર્ચે વેસ્ટ મિડલેન્ડ્ઝના નવા પેરી બાર રેલ્વે સ્ટેશન પર કામ શરૂ થઇ ગયું છે અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર એવું આ નવું સ્ટેશન મે 2022માં ખુલશે. આ ડેવલપમેન્ટ પેરી બારના વ્યાપક પુનર્જીવનનો એક ભાગ છે જેમાં અપગ્રેડેડ બસ ઇન્ટરચેંજ, નવા ઘરો અને રસ્તાના નવા લેઆઉટનો સમાવેશ થાય છે. આ બાંધકામ નવી રોજગારીનું સર્જન કરશે અને સ્થાનિક સપ્લાય ચેઇનને ટેકો આપશે.

રેલવેની સેવાઓમાં હજી પણ લાઇનનો ઉપયોગ થતો હોવાથી વિક્ષેપ ન થાય તે માટે રાત્રીના સમયે દુકાનો અને હરોળને નીચે ઉતારી લેવામાં આવી હતી. આગામી 12 મહિનામાં એક નવા પરપઝબિલ્ટ સ્ટેન્ડઅલોન સ્ટેશન બનાવવામાં આવશે.

વેસ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે જણાવ્યું હતું કે “પેરી બાર સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ લાંબા સમયથી બાકી હતું અને મને આનંદ છે કે મેયર તરીકે ફરીથી ચૂંટાયા બાદ તુરંત જ જુનું અગવડ ધરાવતું સ્ટેશન તોડી નવું સ્ટેશન બનાવાઇ રહ્યું છે. નવા આધુનિક વધારે ક્ષમતાવાળા, હળવા અને હવાઉજાસવાળા આ સ્ટેશન ખાતે સીધા જ પ્લેટફોર્મ પર જવા લિફ્ટ, સુધારેલી ટિકિટ ઑફિસ, સુલભ શૌચાલયો, સીસીટીવી કેમેરા અને સાયકલ પાર્કિંગ સહિત મુસાફરો માટે મોટા પ્રમાણમાં વિવિધ સુવિધાઓ મુસાફરો માટે વધુ સારો અનુભવ બનાવવા માટે વધુ જગ્યા, જાહેર શૌચાલયો, વધુ સારી મુસાફરીની માહિતી અને સીસીટીવી હશે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેવા અન્ય બે પ્રોજેક્ટ્સ થકી આગામી બે વર્ષમાં 100,000 નોકરીઓ અને રોજગારની તકો ઉભી કરવાની અમારી યોજના માટે નિર્ણાયક બનશે.”

ટ્રાન્સપોર્ટ ફોર વેસ્ટ મિડલેન્ડ્સ અને વેસ્ટ મિડલેન્ડ રેલ એક્ઝિક્યુટિવની આગેવાની હેઠળ આ કામ થઇ રહ્યું છે અને વન સ્ટોપ શોપિંગ સેન્ટરની બહારના બસ ઇન્ટરચેંજને પણ આવરી લેશે.

બર્મિંગહામ સિટી કાઉન્સિલના નાયબ નેતા અને કાઉન્સિલર બ્રિજિડ જોન્સે જણાવ્યું હતું: “લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પ્રોજેક્ટને આકાર લેતો જોતાં ખૂબ જ સારું લાગે છે. આ સ્ટેશન થકી લોકો કાર છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળશે અને અમને ટ્રાફિક ભીડ ઘટાડવામાં મદદ મળશે. જેથી અમને  આગામી 20 વર્ષમાં નેટ ઝીરો-કાર્બન ક્ષેત્ર બનાવવાના અમારા #WM2041નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળશે.”

આ વિકાસ બર્મિંગહામ સિટી કાઉન્સિલના નેતૃત્વ હેઠળ પેરી બારમાં £500 મિલિયનના રોકાણનો ભાગ છે. વધુ માહિતી માટે: www.birmingham.gov.uk/perry-barr-regen