અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેને બુધવારે ટિકટોક, વીચેટ અને અન્ય 8 એપ્લિકેશનના નવા ડાઉનલોડ પર પ્રતિબંધ મુકતા ડોનાલ્ડ ટ્ર્મ્પ સરકારના નિર્ણયને પાછો ખેંચી લીધો હતો. બાઇડેને આ એપ્સ સંબંધિત સુરક્ષાની ચિંતા અંગે તપાસ કરવાનો પણ કોમર્સ વિભાગને આદેશ આપ્યો હતો.

બાઈડન સરકારે જણાવ્યું હતું કે તેમની સરકાર લોકોને ઓનલાઈન સુરક્ષાનો માહોલ આપવા માંગે છે, તેઓ ગ્લોબલ ડિજિટલ ઈકોનોમીનું સમર્થન કરે છે. આ સંજોગોમાં તે નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે અને તે અંગે નવેસરથી વિચારવામાં આવશે.

કોરોના મહામારીની શરૂઆતમાં સમગ્ર વિશ્વમાં ચીનનો વિરોધ થયો હતો. આ દરમિયાન ચીની એપ્લિકેશન દ્વારા ડેટા ચોરીની વાતો પણ સામે આવી હતી. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ટિકટોક, વીચેટ જેવી એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. જોકે અમેરિકી કોર્ટમાં આ આદેશના આ આદેશને બ્લોક કરી દીધો હતો.