યુકેમાં વસતા 16 અને 17 વર્ષના તમામ બાળકોને સપ્તાહની અંદર જ ફાઇઝર બાયોએનટેક કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે એમ જોઇન્ટ કમિટી ઓન વેક્સીન એન્ડ ઇમ્યુનાઇઝેશન્સે જણાવ્યું હતું. રસી મેળવવા માટેની પાત્રતા 12 વર્ષથી વધુ કરવામાં આવે તેવી શક્યતા છે.
16 અને 17 વર્ષના કિશોરોને રસી માટે માતાપિતાની સંમતિની જરૂર રહેશે નહીં. બાળકોને બીજો ડોઝ ક્યારે આપવો તે અંગેની સલાહ પછી આવશે. આ રસીનો લાભ દેશભરના 1.4 મિલિયન ટીનેજર્સને મળશે.
ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર જોનાથન વેન-ટેમે જણાવ્યું હતું કે ‘’આપણી પાસે ઘણી બધી રસીઓ ઉપલબ્ધ છે અને હવે આ સાથે આગળ વધવામાં સમય બગાડવા યોગ્ય નથી. ટીનએજર્સ ટૂંક સમયમાં સીક્સ્થ ફોર્મ અને કોલેજોમાં પાછા જવાનું શરૂ કરશે. હું ઈચ્છું છું કે આપણે શક્ય તેટલી ઝડપથી આ અંગે આગળ વધીએ. સરકાર રસીની પાત્રતાને આગળ વધારી 12 વર્ષથી ઉપરના બાળકોને નજીકના ભવિષ્યમાં રસી આપવા વિચારી રહી છે.
સરકારના મુખ્ય વૈજ્ઞાનિકો 12થી 15 વર્ષના તંદુરસ્ત બાળકો પર રસીકરણની અસરનું મૂલ્યાંકન કરવા માટે JCVI ને સમય આપવા માટે પ્રતિબદ્ધ છે. યુએસ અને ઘણા યુરોપીયન દેશો 12થી વધુ વયના લોકોને રસી આપવાનું શરૂ કર્યું છે. ફ્રાન્સ અને સ્પેન 12 વર્ષથી વધુના બાળકોને રસી આપી રહ્યું છે. ઇટાલી 12 થી 15 વર્ષના બાળકને રસી આપી રહ્યું છે.
એન્ટી-વેક્સર્સની દલીલો સામે ઘણા કિશોરોએ દલીલ કરી હતી કે તેઓ તેમના દાદા-દાદીની સુરક્ષા માટે મદદ કરવા રસી મેળવવા માગે છે.
Covid jabs confirmed for 16 and 17-year-olds; Rollout ‘likely’ for over-12s soon