બેંગલોરમાં ગયા સપ્તાહે પોલીસ કસ્ટડીમાં કોંગોના વિદ્યાર્થીના મોતને પગલે કોંગોની રાજધાનીમાં ગુરુવારે ભારતીય સમુદાયના બિઝનેસ અને વાહનો પર હુમલા કરવામાં આવ્યા હતા. ગયા સપ્તાહે કેટલાંક ઇન્ડિયન બિઝનેસમાં લૂંટમાં ચલાવવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. લોકોએ બેંગ્લુરુમાં પોલીસની કસ્ટડીમાં કોન્ગોના વિદ્યાર્થી જોએલ માલૂના મોતનો વિરોધ કરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, ગુરુવારે કોન્ગોમાં અનેક ભારતીયોની દુકાન અને ગોડાઉનોમાં લૂંટ ચલાવવામાં આવી છે, એક કારમાં આગ પણ લગાવવામાં આવી હતી. જ્યારે અન્ય 3 વાહનો પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાઓ કિંશાસાના લિમેટે વિસ્તારમાં ત્યારે થઈ જ્યારે એવી અફવા ફેલાવવામાં આવી કે ભારતમાં કોન્ગલીઝ મૂળના વધુ એક યુવકનું મોત થયું છે. રાજધાની કિંશાસાના પોલીસ અધિકારી સિલ્વાનો કાસોંગોએ કહ્યું કે. અસભ્ય લોકો, ખાસ કરીને અમુક યુવા ભારતીયો દ્વારા ચલાવવામાં આવી રહેલી દુકાનો અને ગોડાઉનો લૂંટાઈ રહ્યા છે. પોલીસે આ મામલે 3 લોકોની ધરપકડ કરી છે.