ગરવી ગુજરાત સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યૂમાં, યુકે સ્થિત ભારતના હાઇ કમિશનર, ગાયત્રી ઇસ્સાર કુમાર, બ્રિટિશ-ભારતીય સંબંધોની ગતિશીલતામાં પરિવર્તન અને ભારતની આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરવાની યોજના જાહેર કરે છે …
1. તમે રોગચાળા દરમિયાન બ્રિટન આવ્યા હતા, તમારી પોસ્ટ પર સ્થાયી થવું અને તમારી ફરજો નિભાવવી તમારા માટે કેટલું મુશ્કેલ હતું?
હું આપણાં મુખ્ય ભાગીદાર દેશની રાજધાનીમાં, મારી આ પોસ્ટ થકી ભારતની સેવા કરવાને લહાવો માનું છું – ખાસ કરીને વૈશ્વિક કટોકટી વચ્ચે, જેમાં ભારત અને યુકેએ સાથે મળીને સફળતાપૂર્વક ઉકેલ શોધવા માટે કામ કર્યું છે. વિવિધ દેશોની સરહદો બંધ હોવાથી અમારા નાગરિકો ત્યાં ફસાયેલા હતા ત્યારે 2020નું વર્ષ આપણા દેશના રાજદ્વારી મિશનો માટે અભૂતપૂર્વ પડકારો લાવ્યું હતું. અમારી સરકારોએ તેના સંબંધિત નાગરિકોને બંને દિશામાં પરત લઇ જવા માટે ચોવીસે કલાક સંકલન કર્યું હતું. લંડનમાં અને અમારા કોન્સ્યુલેટ્સ મારફતે, અનિશ્ચિતતા અને લોકડાઉનથી પ્રભાવિત વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને મદદ કરવા માટે અમારૂં હાઇ કમિશન આ પ્રસંગે પહોંચ્યું હતું. સમગ્ર યુકેમાં બ્રિટીશ સમુદાયો – ખાસ કરીને ભારતીય મૂળના લોકો, ઉત્સાહીત થઇને અમને ટેકો આપતા હતા. જે રીતે સ્વયંસેવકોએ નબળા લોકોને સહાય કરવાની જવાબદારી હાથમાં લીધી હતી તે નોંધપાત્ર હતું.
જ્યારે અમારા મિત્રો અને બ્રિટિશ સમાજના તમામ વર્ગના શુભેચ્છકોએ ઓક્સિજન સંબંધિત સાધનોના દાનનો અમારા મિશન પર વરસાદ વરસાવ્યો હતો તે અમારા માટે સૌથી સંતોષકારક ક્ષણ હતી, જેનાથી અમે તેમની મદદ ભારત પહોંચાડી શક્યા હતા. બ્રિટિશ ઉદ્યોગો સાથે ભાગીદારી કરી અમારી લાંબા ગાળાની તૈયારીઓ માટે અમે હવે આ સાધનો ખરીદવાની પ્રક્રિયામાં છીએ.
છેલ્લુ વર્ષ, રોગચાળાથી ગ્રસ્ત હોવા છતાં, અતિ વ્યસ્ત રહ્યું છે. રાજદ્વારી તરીકે, સમગ્ર બોર્ડમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આટલી અસરકારક રીતે ઇન્ટ્રોડક્ટરી કૉલ કરીને અને મારા આગમન પર ફોરેન ઓફિસ સાથે ભારત-યુકે એજન્ડા પર કામ શરૂ કરીને મને આનંદ થયો હતો.
અમારી પાસે ઉચ્ચ સ્તરીય મુલાકાતોની શ્રેણી રહી છે – રાજકીય તેમજ સત્તાવાર નેતૃત્વની બંને તરફની મુલાકાતો થકી ઘણી મહત્વની સિદ્ધિઓએ અમારા પ્રયાસોને સાર્થક કર્યા છે. જેમાં માઇગ્રેશન અને મોબીલીટી પાર્ટનરશીપ એગ્રીમેન્ટ અને એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશીપ એગ્રીમેન્ટ જેવા દૂરોગામી કરારોનો સમાવેશ થાય છે. વોકહાર્ટ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલી વેક્સિન્સ પર અમારો સહકાર અમારી પૂરકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બંને વડા પ્રધાનો વર્ચ્યુઅલ રીતે મળ્યા છે અને ટેલિફોનિક વાત કરી છે અને અમે યુકેના માનનીય વડા પ્રધાનની ભારતની ખૂબ જ ફળદાયી મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ. અમારા હાઇ કમિશનના અધિકારીઓએ મને લગભગ દરરોજ, વિવિધ ક્ષેત્રોમાં મુખ્ય વાર્તાલાપ કરનારા અગ્રણીઓ અને અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર, યુકેના વિવિધ ભાગોના વિવિધ રસ ધરાવતા જૂથો અને ડાયસ્પોરા એસોસિએશનો સાથે જોડાવા માટે મદદ કરી છે.
બ્રિટિશ લોકો સુધી મારો શુભેચ્છાનો સંદેશ પહોંચાડવામાં મીડિયા દ્વારા મને ખૂબ ઉદારતાથી ટેકો મળ્યો છે.
2. તમે એક વર્ષથી આ પોસ્ટ પર છો, બ્રિટિશ ભારતીય સમુદાય વિષે તમારી છાપ શું છે?
હું વિવિઘ પ્રકારના ભારતીય સમુદાયને મળી છું જેમના પૂર્વજો ભારત અને વિશ્વના અન્ય ભાગોથી યુકેમાં પેઢીઓ પહેલા આવ્યા હતા, હું તેમની સિદ્ધિઓથી આશ્ચર્યચકિત છું. યુકેની સરકાર અને લોકોએ જે રીતે ભારતીય મૂળના લોકોનું તેમના સમુદાયોમાં સ્વાગત કર્યું છે, સારી રીતે આત્મસાત કરી સલામતીની અનુભૂતિ કરાવી છે તેની હું મારી સરકારના દૂત તરીકે પ્રશંસા કરું છું. તેમને ગર્વ છે કે વર્તમાન સરકારના મંત્રીમંડળમાં તેઓ પ્રતિનિધિત્વ કરે છે અને ભારત-યુકે એજન્ડાને ટેકો આપવા માટે બને તેટલો ટેકો આપે છે.
એકેડેમિક્સ, વિજ્ઞાન અને સંશોધનમાં, મેન્યુફેક્ચરિંગ અને રોકાણકારો તરીકે, તેઓ સાચા અર્થમાં ભારત અને યુકે વચ્ચેનો જીવંત સેતુ છે, જેનું અમારા વડા પ્રધાને વર્ણન કર્યું છે.
સાપ્તાહિક ‘ચાય વિથ હાઇ કમિશનર’ ઇવેન્ટ વર્ચ્યુઅલ રીતે અથવા, જ્યારે પરવાનગી મળે ત્યારે, છેલ્લા વર્ષમાં વ્યક્તિગત રૂપે સૌથી કિંમતી જોડાણ તરીકે યોજવામાં આવી હતી. જેણે મને ખરેખર રસપ્રદ વ્યક્તિઓ અને જૂથો સાથે ખૂબ જ સીધી રીતે જોડાવા માટે સક્ષમ બનાવી છે.
3. ભારત-બ્રિટીશ સંબંધો માટે તમારી મુખ્ય પ્રાથમિકતાઓ શું છે? શું બ્રેક્ઝિટથી સંબંધોની ગતિશીલતા બદલાઈ ગઈ છે?
કોવિડ પ્રભાવિત વિશ્વમાં બદલાતી ગતિશીલતાને જોતા અને યુરોપિયન યુનિયનમાંથી યુકેની વિદાયના પરિપ્રેક્ષ્યમાં, અમારા વડાપ્રધાનોએ અમારી સંબંધિત પ્રાથમિકતાઓ અને કન્વર્જન્સના આધારે થીમ્સનો નવો સમૂહ ઓળખી કાઢ્યો હતો જે 4 મે 2021ના રોજ જાહેર કરાયેલા રોડમેપ 2030માં પ્રતિબિંબિત થાય છે. બ્રિટન હવે તેના નિર્ણય અને સંવાદમાં તેમજ ભારત સાથે સહકારની પ્રતિબદ્ધતામાં વધુ ફ્લેક્સીબલ અને સ્વતંત્ર બની શકે છે. બંને દેશો પોતાની ઘણી બધી સામાન્ય આકાંક્ષાઓને હાંસલ કરવા માટે સહકારના નવા યુગમાં પ્રવેશ કરવા આશાવાદી છે.
ક્લાઇમેટ અને સસ્ટેઇનીબીલીટીથી લઇને અંતરિક્ષ અને સંરક્ષણ સુધી; વેપારથી દવા, સંસ્કૃતિથી શિક્ષણ સુધી ભારત અને યુકે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી કરવા માટે પ્રતિબદ્ધ છે. આપણે એ ન ભૂલવું જોઇએ કે તે અમારા ગાઢ અને ઐતિહાસિક સંબંધો છે જે આ યાત્રાને સમૃદ્ધ બનાવે છે અને અમારા સહકરાને સહયોગી અને હેતુપૂર્ણ બનાવે છે.
4. ભારતની પાછલા 12 મહિનાની સમીક્ષા કેવી રીતે કરશો? ભારત માટે પાછલું વર્ષ કેવું રહ્યું?
વિશ્વના દરેક ભાગની જેમ, ભારતમાં પણ સામાન્ય જીવન, ઘણા પ્રદેશોમાં, ખૂબ જ દુ:ખદ રીતે નોંધપાત્ર રીતે પ્રભાવિત થયું છે. અમારી સરકારનું સમગ્ર ધ્યાન જીવન અને આજીવિકાની સુરક્ષા અને અમારા સ્થિતિસ્થાપક રાષ્ટ્રનું મનોબળ જાળવવા પર છે. રસપ્રદ વાત એ છે કે, 2020માં ભારત ઓછી ગંભીર રીતે પ્રભાવિત થયું હતું અને વસાહતી કામદારોની હિજરતને કારણે અમારા ઉદ્યોગમાં લોકડાઉન અને મંદી હોવા છતાં, ભારતમાં રોકાણ ખરેખર ગયા વર્ષે 20 બિલિયન ડોલર વધ્યું હતું. અમે આશા રાખીએ છીએ કે ઝડપી રસીકરણ કાર્યક્રમ દ્વારા તેની રીકવરી જાળવી રાખીશું અને આ વર્ષના અંત સુધીમાં ભારતની પુખ્ત વસ્તીને શક્ય તેટલી રસીકરણ દ્વારા આવરી લઇશું. આ ક્ષણે, અમે ટીમ ઇન્ડિયા અને ઓલિમ્પિક રમતોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરી રહ્યા છીએ જેણે ભારતને આનંદ અને ગૌરવ અપાવ્યું છે.
કોવિડ-19, ડેલ્ટા વેરિયન્ટના રૂપમાં, આ વર્ષની શરૂઆતમાં સુનામીની જેમ ભારતમાં આવ્યો હતો, પરંતુ ચેપમાં ઘટાડોનો દર પણ ખૂબ તીવ્ર હતો. જેમ વિશ્વ ત્રીજા તરંગની તૈયારી કરી રહ્યું છે, તેમ ભારત પણ આ વખતે વધારે આત્મવિશ્વાસ અને સજ્જતા સાથે તૈયારી કરે છે. અમારી રાજધાની, દિલ્હીમાં લગભગ 20 મિલિયનની વસ્તી છે પરંતુ તેની સામે આજે માંડ 39 નવા અને કુલ 498 સક્રિય કેસ છે.
5. કેટલાક બ્રિટિશ રાજકારણીઓ કાશ્મીર અને લઘુમતીઓ તથા મહિલાઓ સાથેના વર્તન જેવા મુદ્દાઓ પર ભારતની ટીકા કરતા રહે છે. તમે તેમને શું જવાબ આપશો?
ભારત અને યુકે મજબૂત લોકશાહી છે જ્યાં ચર્ચા, વાર્તાલાપ અને અસહમતિના મુદ્દાઓ પ્રત્યેના તેમના અભિગમ પાયામાં છે. ભારતીય હાઇ કમિશને કેટલીક વખત ભારત વિશે બ્રિટનની સંસદના ગૃહોમાં ખોટા નિવેદનો જોયા છે તે નિરાશાજનક છે. જો કે જમીન પરની વાસ્તવિકતા તદ્દન અલગ હોવાનું જાણીતું છે. સમગ્ર બોર્ડ પરના માનનીય પ્રતિનિધિઓ સાથેના વાર્તાલાપના એક વર્ષ દરમિયાન મને જાણીતા કાર્યકર્તાઓ દ્વારા થતા ભારત વિરોધી અભિયાનો પાછળના આકર્ષક કારણો અને સ્થાનિક રાજકીય ગતિશીલતાને વધુ સારી રીતે સમજવા માટે સક્ષમ બનાવી છે. સદભાગ્યે, માનનીય સંસદસભ્યોને અધિકૃત માહિતી પહોંચાડવાના અમારા પ્રયાસો મદદ કરી રહ્યા છે – અને આજે કાશ્મીરને લગતા જટિલ મુદ્દાઓની વધુ સારી પ્રશંસા થઇ રહી છે. દાયકાઓ સુધીના બાહ્ય હસ્તક્ષેપ, સરહદ પારના આતંક અને યુવાનોની સતત ઉશ્કેરણી, શાળાએ જતા બાળકોને ખલેલ પહોંચાડવી, સામાન્ય લોકોને ડરાવવા અને સમાજના વર્ગો સાથે ભેદભાવ બાદ આજે, કાશ્મીરમાં, આશા અને આશાવાદ પ્રવર્તે છે, કારણ કે સમૃદ્ધિ, આધુનિકતા, શિક્ષણ અને સામાજિક-આર્થિક પ્રગતિ વેગ પકડી રહી છે. ઓગસ્ટ 2019ના બંધારણીય ફેરફારો સાથે, જમ્મુ અને કાશ્મીરમાં 106 કાયદા લાગુ કરાયા હતા, જેનાથી રાતોરાત, બાકીના ભારતના લોકો, મહિલાઓ, બાળકો, કામદારો અને લઘુમતીઓને મળતા અધિકારો તેમને મળતા થયા હતા. પ્રથમ વખત રોકાણકારો કાશ્મીરમાં રસ લઈ રહ્યા છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જબરદસ્ત વેગ સાથે આગળ વધી રહ્યું છે. ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી એકદમ વિપરીત છે જે બધા જોઇ શકે છે. સત્ય કદાચ ઉત્તેજક હેડલાઇન્સ નહીં બનાવે, પરંતુ આખરે તે પ્રબળ જરૂર છે. મને વિશ્વાસ છે કે માનનીય સંસદસભ્યો અને બ્રિટિશ લોકોના પ્રતિનિધિઓ ભારત સંબંધિત મુદ્દાઓ પર અમારા અપડેટ્સ અને માહિતીનું સ્વાગત કરશે જેમાં તેઓ ઉંડો રસ લે છે. અમે યુકે સરકાર – અને લેબર પાર્ટીની સ્થિતિની પ્રશંસા કરીએ છીએ જેમણે કહ્યું છે કે કાશ્મીર વિવાદ બે દેશો વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.
6. આપણે આઝાદીની 75 મી વર્ષગાંઠથી એક વર્ષ દૂર છીએ ત્યારે દેશ માટે એજન્ડામાં શું છે? તે કયા પ્રોજેક્ટ્સ અને લક્ષ્યો ધરાવે છે? અહીંનું હાઇ કમિશન આ સીમાચિહ્નરૂપ પ્રસંગને કેવી રીતે ઉજવશે?
75 મી વર્ષગાંઠ, ભારત માટે ખાસ કરીને યુકેમાં ભારતીય હાઈ કમિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ છે કારણ કે તે ભારત-યુકેના 75 વર્ષના સંબંધોને પણ ઉજવે છે.
75મી વર્ષગાંઠની ઉજવણી, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અથવા India@75, માર્ચ 2021માં શરૂ થતા વિવિધ કાર્યક્રમો અને જોડાણોને આવરી લે છે. 15 ઓગસ્ટ 2022 સુધી અમારી ઉજવણી 75 અઠવાડિયા સુધી ચાલુ રહેશે. હાઈ કમિશને સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે, પણ આરોગ્યને લગતી જરૂરી સાવચેતીઓને કારણે ઘણી ઉજવણી વર્ચ્યુઅલ હશે. આ ઉપરાંત, વિવિધ પ્રકારના આર્થિક અને સંસ્કૃતિ કાર્યક્રમો સાથે અમારી સાંસ્કૃતિક પાંખ, નેહરુ સેન્ટર પહેલા કરતા વધુ સક્રિય છે અને વર્ચ્યુઅલ રીતે હાજરી આપવાની સરળતાને કારણે તેનો વ્યાપ વધ્યો છે.
7. ઇન્ડો-યુકે રોડમેપ 2030 બંને પક્ષોને શા માટે જરૂરી છે?
2030નો રોડમેપ એક આગળ જોઈ રહેલી યોજના છે જે બ્રેક્ઝિટ પછી અમારા દ્વિપક્ષીય સંબંધોને સમયસર સુનિયોજીત કરે છે, અને દવા અને આરોગ્યસંભાળ; વેપાર અને આર્થિક સહકાર; સંરક્ષણ અને સુરક્ષા; આબોહવા અને ઉર્જા સંક્રમણ; અને લોકો વચ્ચેના જોડાણોના આધારસ્તંભો પર આધાર રાખે છે.
‘યુકેમાં વિકસિત’ થયેલી ‘મેડ ઇન ઇન્ડિયા’ અને વૈશ્વિક સ્તરે પૂરી પાડવામાં આવેલી રસી બનાવવામાં ભારત-યુકે ભાગીદારીની સફળતા એ ભારત-યુકે ભાગીદારીની સંભાવનાનું માત્ર એક તાજેતરનું ઉદાહરણ છે. જે માત્ર દ્વિપક્ષીય લાભ માટે જ નહીં વૈશ્વિક સ્તરે સારા માટે એક બળ તરીકે પણ ઉભરી આવ્યું છે. અમે ફાર્મા ક્ષેત્રમાં સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન બનાવવા માટે ભવિષ્યના સહકારની કલ્પના કરીએ છીએ.
અમે ટૂંક સમયમાં ભારત – યુકે હેલ્થકેર સમિટની પણ તૈયારી કરી રહ્યા છીએ – જેના માટે અમારું મિશન યુકેમાં નોડલ પોઇન્ટ હશે. આ વર્ષે નવેમ્બરમાં ગ્લાસગોમાં COP26ની યુકે પ્રેસિડેન્સી સાથે ક્લાઇમેટ અનેડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટમાં અમારા સહયોગ માટે આ એક નિર્ણાયક વર્ષ છે. ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ગઠબંધન ભારતની ચાવીરૂપ પહેલ છે, અમને આશા છે કે, અન્ય સભ્ય દેશો અને હિસ્સેદારો દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનામાં તેનો પડઘો પડશે.
વેપાર અને રોકાણની વાત કરીએ તો, મહત્વાકાંક્ષી લક્ષ્યો સાથેના અમારા દ્વિપક્ષીય સંબંધોનું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે – જે 2030 સુધીમાં અમારો વેપાર બમણો કરી સફળ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તરફ લઇ જશે.
8. અમે 28 મી જુલાઇએ બહાર પાડેલું જીજી-2 પાવર લિસ્ટ બ્રિટિશ ભારતીય સમુદાયની પ્રતિભાની સંપત્તિ દર્શાવે છે. રાજકારણ, દવા, શિક્ષણ અને વ્યવસાયથી લઈને સર્જનાત્મક કળાઓ સુધી બ્રિટિશ સમાજમાં તેમની અનન્ય ભૂમિકા દર્શાવે છે. શું આ ભારત માટે ગૌરવનો સ્ત્રોત છે અને તેમને તમારો સંદેશ શું છે?
GG2 પાવર લિસ્ટ દ્વારા યુકેના સૌથી પ્રભાવશાળી એશિયનો પર સ્પોટલાઇટ ફેંકવા માટે હું એશિયન મીડિયા ગ્રુપને અભિનંદન આપું છું. તે વધુ મહત્વાકાંક્ષી લક્ષ્યો અને મોટી સફળતા તરફ તેમના નેતૃત્વ અને પ્રતિભાને ચેનલાઇઝ કરવા માટે ઘણા વધુ આગામી વ્યવસાયોને પ્રેરણા આપશે.
મીડિયાથી મેડિસીન સુધી, કલ્ચરથી ક્લાઇમેટ સુધી, ટ્રેડથી ટેક્નોલોજી સુધી, આ યાદી બ્રિટિશ એશિયન સમુદાયમાં અદભૂત ઉદ્યોગસાહસિકતા અને પ્રતિભાની ઉજવણી છે.