કર્ણાટકના બેંગલુરુમાં સોમવારની રાત્રે ઓડી કાર વીજળીના થાંભલા સાથે ધડાકા સાથે અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા.આ અકસ્માતમાં ધારાસભ્યનાં પુત્ર અને પુત્રવધૂ બંનેનાં મોત થયાં હતાં.
અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઓડી Q3 કાર હોસુર ડીએમકેના ધારાસભ્ય વાય. પ્રકાશની હતી. આ અકસ્માતમાં ધારાસભ્યનાં પુત્ર અને પુત્રવધૂ બંનેનાં મોત થયાં હતાં. અકસ્માતમાં 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ જતાં રસ્તામાં મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 3 મહિલા અને 4 પુરુષ હતાં.