મૂળ રાંદેર, સુરતના વતની અને ઘણાં વર્ષો નાઇરોબી, કેન્યામાં વસવાટ કર્યા બાદ બર્મિંગહામમાં સ્થાયી થયેલા સ્વ. શ્રી બાબુલાલ ભગવનદાસ સોલંકીના ધર્મપત્ની શ્રીમતી લલિતાબેન બી. સોલંકીનું 30મી નવેમ્બર, 2021, મંગળવારના રોજ 86 વર્ષની વયે શાંતિપૂર્વક નિધન થયું છે.
તેઓ પોતાની પાછળ સંતાનો (સ્વ. પ્રદ્યુમન) દિનેશભાઇ (ઓટાવા, કેનેડા), રેખાબેન પરમાર (લીડ્સ) અને વીરબાલાબેન ડાભી (બર્મિંગહામ) સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. જેઓ લલિતાબેનને જાણતા હતા તેઓ તેમને હંમેશા એક મજબૂત અને સ્વતંત્ર વ્યક્તિ તરીકે યાદ કરશે. તેઓ એક દયાળુ અને પ્રેમાળ હ્રદય પણ ધરાવતા હતા.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના શાશ્વત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી ગરવી ગુજરાત પરિવારની પ્રાર્થના.














