Death sentence to the accused in Surat girl rape-murder case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે રેપ અને હત્યા કેસમાં સેશન્સ કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે. સોમવારે સુરત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યાના 22 દિવસના રેકોર્ડ સમયમાં ગુડ્ડુ યાદવના નામના ગુનેગારને બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. માસુમ બાળકીની 4 નવેમ્બરના રોજ અપહરણ, બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી અને 7 નવેમ્બરના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજા દિવસે CCTV ફૂટેજના આધારે પોલીસે યાદવની ધરપકડ કરી હતી.

આ કેસમાં ચાર્જશીટ દાખલ થયાના 21 દિવસની અંદર કોર્ટે 35 વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને દોષિત ઠેરવ્યો હતો. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ (POCSO) એક્ટના વિશેષ ન્યાયાધીશ પીએસ કલાએ યાદવને દોષિત ઠેરવ્યો હતો. અગાઉ કોર્ટે પાંચ દિવસમાં સુનાવણી પૂરી કરી હતી, જેમાં 42 સાક્ષી ચકાસવામાં આવ્યા હતા. સુરતના જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ‘કોર્ટે પાંચ દિવસમાં સુનાવણી પૂર્ણ કરી છે અને ફરિયાદ પક્ષે ફાંસીની સજાની માંગ કરી છે. ફાંસીની સજાની અમારી માંગને સમર્થન આપવા માટે કુલ 31 ચુકાદાઓ ટાંકવામાં આવ્યા છે.

પોલીસને GAIT વિશ્લેષણ, DNA પ્રોફાઇલિંગ, વિસેરા પરીક્ષણ અને CCTV ફૂટેજ વિશ્લેષણ જેવા વિવિધ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પરીક્ષણો ટૂંકા ગાળામાં કરવામાં આવ્યા હતા. પોલીસે CRPC કલમ 164 હેઠળ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન, પરીક્ષણ ઓળખ પરેડ અને સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા.

તપાસ દરમિયાન પોલીસે કડીઓ મેળવવા માટે વિસ્તારના 500 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી અને શરૂઆતમાં સગીરના અપહરણની જાણ કરવામાં આવી ત્યારે 200થી વધુ પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી. તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે સોમવારે આરોપી ગુડ્ડુ યાદવને દોષિત ઠેરવ્યો હતો અને મંગળવારે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

આ અગાઉ પણ સુરતની સેશન્સ કોર્ટે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર અનિલ યાદવને કોર્ટે દુષ્કર્મના અને હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવી હતી. જો કે, હાલ અનિલ યાદવની ફાંસીએ લટકાવવાનો હુકમ સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે.