ભારત ખાતેના યુકેના ડેપ્યુટી ટ્રેડ કમિશનર (સાઉથ એશિયા) રિયાનન હેરિસે ભારતીય યુવકના પ્રેમમાં પડીને તેની સાથે ભારતીય પરંપરાથી લગ્ન કરી દીધા છે. સોશિયલ મીડિયામાં બ્રિટેનના મહિલા ડિપ્લોમેટ્સ તથા સ્વતંત્ર ફિલ્મમેકર અને ગોડરોકફિલ્મ્સના સ્થાપક હિમાંશુ પાંડેની રોમાંચક લવસ્ટોરી અને લગ્નની જોરશોરથી ચર્ચા થઈ હતી અને તેમના લગ્ન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. રિયાનન હેરિસે ટ્વીટ કરીને પોતાનો લગ્નનો ફોટો શેર કરીને લગ્નની આ ખુશખબર આપી હતી.
રિયાનન હેરિસ લાલ પાનેતમાં ખુબ જ સુંદર લાગતા હતા. તેઓએ ટ્વીટ પર પોતાના લગ્નની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે 4 વર્ષ પહેલાં અનેક આશાઓ અને સ્વપ્ન લઈને તેઓ ભારત આવ્યા હતા. પણ તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેમને અહીં જીવનભરનો પ્રેમ મળી જશે અને લગ્ન પણ કરી લેશે. મને અતુલ્ય ભારતમાં મારી ખુશી મળી ગઈ છે અને હવે ખુબ જ ખુશ છું ભારત હંમેશા માટે મારું ઘર રહેશે.
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં યુકેના ડેપ્યુટી હાઈ કમિશનર એન્ડ્રુ ફ્લેમિંગે હેરીસને લગ્નની શુભકામનાઓ પાઠવી હતી. એન્ડ્રુ ફ્લેમિંગે ટ્વિટર પર લખ્યું હતું કે મારી દોસ્ત રિયાનન હેરિસને લગ્ન માટેની અઢળક શુભમકાનાઓ. ફ્લેમિંગે લખ્યું હતું કે, અમુક જવાબદારીઓને કારણે તેઓ લગ્નમાં હાજર રહી શક્યા ન હતા.
રિયાનન હેરિસે પોતાની ટ્વીટમાં લગ્નને ખુબ જ ખાસ ગણાવ્યા હતા. તેમના લગ્નની આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી અને બાદમાં તો યુઝર્સની શુભકામનાઓ કરતી હજારો ટ્વીટ પણ કોમેન્ટ બોક્સમાં આવી ગઈ હતી. જો કે, લોકોમાં તેમના પતિ અંગે જાણવામાં પણ ખુબ જ ઉત્સાહ હતો, એન્ડ્રુ ફ્લેમિંગે તમામ ઉત્સાહી યુઝર્સને જવાબ આપતાં લખ્યું હતું કે, તેઓના પતિ એક નસીબદાર માણસ છે. અને તેનાથી પણ વધારે મહત્વપુર્ણ છે કે તેમને થોડી પ્રાઈવસી પસંદ છે.
એક યુઝર્સે હેરિસ 1.3 બિલિયન લોકોના પરિવારમાં આવકાર આપતી કોમેન્ટ કરી ત્યારે એડ્રુએ રસપ્રદ ટીપ્પણી કરી હતી કે મને વિશ્વાસ છે કે સુરક્ષિત હશે ત્યાં સુધી રિયાનન ડિનર માટે આ સમગ્ર પરિવારને આમંત્રણ આપશે.