(istockphoto.com)

શ્રીલંકાની ટીમના ભારત પ્રવાસનો પ્રારંભ ટી-૨૦થી કરાશે અને એ પછી બંને દેશો વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે. બીસીસીઆઇએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડની વિનંતી મુજબ કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. હવે પહેલા ટી-૨૦ની શ્રેણી રમાશે અને એ પછી ૪ માર્ચથી બે ટેસ્ટની શ્રેણી શરુ થશે. અગાઉના કાર્યક્રમ અનુસાર શ્રીલંકાના ભારત પ્રવાસની શરુઆત બે ટેસ્ટની શ્રેણીથી થવાની હતી. બીસીસીઆઇએ જાહેરાત કરી છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટી-૨૦ ૨૪મી ફેબ્રુઆરીએ લખનઉમાં રમાશે. એ પછી ૨૬મી અને ૨૭મી ફેબ્રુઆરીએ ધરમશાલામાં બાકીની બે ટી-૨૦ રમાશે. મોહાલીમાં ૪ થી ૮ માર્ચ સુધી પ્રથમ ટેસ્ટ અને ૧૨ થી ૧૬ ફેબુ્આરી સુધી બેંગાલુરુમાં બીજી ટેસ્ટ રમાશે, તે ડે-નાઈટ ટેસ્ટ રહેશે. ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી કારકિર્દીની ૧૦૦મી ટેસ્ટ શ્રીલંકા સામે મોહાલીમાં રમશે તેવી ધારણા છે.