A drunk man urinated on a woman on Air India's New York-Delhi flight
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાના કેસોમાં સતત ઘટાડાની પગલે ભારત 15 માર્ચથી રાબેતા મુજબની ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી ચાલુ કરે તેવી શક્યતા છે. વિદેશી પ્રવાસીઓના આગમન અને વિદાય વખતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નું પાલન કરવાનું રહેશે, એમ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે વિચારવિમર્શ કરીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી શરૂ કરવાનો નિર્ણય લગભગ લઈ લીધો છે. જોકે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને અત્યાર સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

ભારતમાં શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર 28 ફેબ્રુઆરી 2022 સુધી પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. સરકારે કોરોના મહામારી બાદ 23 માર્ચ 2020થી આવી ફ્લાઇટ બંધ કરેલી છે. જોકે અર બબલ એગ્રીમેન્ટ હેઠળ જુલાઈ 2020થી આશરે 40 દેશો અને ભારત વચ્ચે સ્પેશ્યલ પેસેન્જર ફ્લાઇટ ચાલુ છે.