યુવા અભિનેત્રી ભૂમિ પેડણેકરની બધાઇ દો ફિલ્મ રીલિઝ થઇ છે. ભૂમિને બોલીવૂડમાં કામ કરતા છ વર્ષ થઇ ચુક્યા છે, અને રસપ્રદ વાત તો એ છે કે, ભૂમિએ હજુ સુધી વિદેશમાં શૂટિંગ કર્યું નથી.
ભૂમિએ એક ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, મેં જ્યારથી કારકિર્દી શરૂ કરી છે,ત્યારથી ભારતની બહાર એક પણ વખત શૂટિંગ કર્યું નથી. હું હમેશા વિચારતી હતી કે જો મને લંડનનું લોકેશન શૂટિંગ માટે મળશે તો હું સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ જઇશ. જોકે, ભારતનો કોઇ એવો જિલ્લો નથી જ્યાં મેં શૂટિંગ કર્યું ન હોય.તેણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, તેણે બધાઇ દો, ના શૂટિંગ દરમિયાન પ્રથમ વખત સ્કૂટર ચલાવ્યું હતું. દરેક ટેઇક વખતે સેટ પર ટેન્શન અને ગભરાટ રહેતી હતી કે, હું સ્કૂટર ક્યાંક ને ક્યાંક ઠોકી દઇશ. લોકો મારા રસ્તાથી દૂર થઇ જતા અને રોડ બ્લોક કરી દેવામાં આવતો હતો.













