નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા સાઉથ લંડનના ટૂટિંગ હાઇ સ્ટ્રીટ ખાતે આવેલા હોલ ખાતે ગુરુવાર 17 માર્ચ 2022ના રોજ હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ અમીનની આગેવાની હેઠળ સમિતિના સભ્યો તેમજ સમુદાયના લોકોએ હોળીની પૂજા કરી હતી. યુવાન યુગલો, નવજાત બાળકોને પ્રાર્થના માટે લાવવામાં આવ્યા હતા અને તેમણે હોળીમાં નાળિયેર – પ્રસાદ ચઢાવ્યા હતા. પાટીદાર સમાજના સ્વયંસેવકોએ પ્રસાદનું વિતરણ કર્યું હતું અને સલામતી જાળવી હતી.
દક્ષિણ લંડનમાં NAPSનું આ એકમાત્ર સ્થળ છે, જ્યાં હોળી પ્રગટાવવામાં આવે છે અને ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. સંકડો લોકોએ ધીરજપૂર્વક કતારમાં ઉભા રહી રાહ જોઇ હતી.














