ગુજરાતની મૂળના જોસેફ પટેલે કો-પ્રોડ્યુસ કરેલી ફુલ લેન્થ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘સમર ઓફ ધ સોલ’ (..ઓર વેન ધ રિવોલ્યુશન કુલ્ડ નોટ બી ટેલિવાઇઝ્ડ)ને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો ઓસ્કાર મળ્યો છે. પ્રોડ્યુસર, રાઇટર, ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ જોસેફ પટેલ ગુજરાતી મૂળના છે. જોગાનુજોગ આ કેટેગરીમાં ભારતની ડોક્યુમેન્ટરી ફિલ્મ રાઇટિંગ વીથ ધ ફાયર પણ રેસમાં હતી, પરંતુ ‘સમર ઓફ ધ સોલ’ સામે હારી ગઈ હતી. ક્વેસ્ટલોવના નિર્દેશનમાં બનેલી ‘સમર ઓફ ધ સોલ’ 1969 હાર્લેમ કલ્ચરલ ફેસ્ટિવલ આધારિત છે, જે આફ્રિકન અમેરિકન મ્યુઝિક અને કલ્ચર દર્શાવે છે તથા બ્લેક પ્રાઇડ અને યુનિટને પ્રમોટ કરે છે.