ગુજરાતના આકાશમાં શનિવારે (2 એપ્રિલ)ની રાત્રે નેક વિસ્તારમાં દેખાયેલ અગનગોળો કોઈ ઉલ્કાપીંડ નહીં પણ અવકાશી કાટમાળ હતો અને તે લગભગ ચાઈનીઝ રોકેટના બોડીનો કાટમાળ હતો જે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના તળ સિંદેવાહી ખાતે જઈને પડ્યો હતો.
ઈસરોના અધિકારીઓએ યુનાઇટેડ સ્ટેટ સ્પેસ કમાન્ડ દ્વારા આપવામાં આવેલા એલર્ટને ટાંકીને કહ્યું કે ચાર જેટલા અવકાશી કાટમાળ શનિવારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાના હતા જે અંગે ચેતવણી આપવામાં આવી હતી. જે મુજબ CZ-3B R/B લોંગ માર્ચ લોન્ચ વહેકીલથી ચાઈનીઝ રોકેટની બોડી, સ્ટારલિંક 1831 અને બે નાના અન્ય ઓબજેક્ટસ જે કોસમોસ અને ઇરિડિયમ સેટેલાઈટના એકબીજા સાથે ભટકાવવાથી બન્યા છે તે પૃથ્વીના વાતાવરણમાં એન્ટર કરશે. અવકાશમાં દેખાયેલ અગનગોળો આ ચાઈનીઝ રોકેટનો જ હોઈ શકે તે શક્યતા પૂરેપૂરી છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે જ્યારે રોકેટનું બોડી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે તેની નોઝલ, રિંગ, ટેંક જેવા પાર્ટ આગ લાગ્યા પછી પૃથ્વી પર છૂટા પડીને પડે છે.