મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેવાનું અલ્ટિમેટમ આપ્યું આપ્યા બાદ સરકારે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર મૂકવા માટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ હવે તમામ ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર મુકતા અગાઉ સરકારની મંજૂરી લેવી પડશે. સરકાર હવે મસ્જિદ હોય કે મંદિર કોઇ પણ ધાર્મિક સ્થળોમાં લાઉડસ્પીકર મુકતા અગાઉ મંજૂરી લેવાની રહેશે. જો મંજૂરી નહીં હોય તો કાયદેસરના પગલા લેવાશે. રાજ્ય ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટિલે કહ્યું કે લાઉડસ્પીકર મામલે રાજ્યના ડીજીપી તમામ પોલીસ કમીશનરોને મળીને ચર્ચા કરશે અને એક ગાઇડલાઇન તૈયાર કરીને તમામ અપાશે.
ધાર્મિક સ્થળમાં મંદિર, ગુરુદ્વારા, મસ્જિદ, ચર્ચ વિગેરે પણ સામેલ છે જેમણે લાઉડસ્પીકર મુકવાની લેખિત મંજૂરી લેવી પડશે. પોલીસ કમીશનરની લેખિત મંજૂરી બાદ જ ધાર્મિક સ્થળે લાઉડસ્પીકર જ મુકી શકાશે. હવે ત્રીજી મે પછી કોઇ પણ ધાર્મિક સ્થળે ધાર્મિક સ્થળે લાઉડસ્પીકર મુકવા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે.