જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા પ્રતિબંધિત આતંકી જૂથ જૈશે મોહંમદના એક આત્મઘાતી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવવાયો હતો. સુરક્ષા દળોએ શુક્રવારે એન્કાઉન્ટરમાં બે શકમંદ પાકિસ્તાન ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં સીઆઇએસએફના એક અધિકારનું મોત થયું હતું અને નવ સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા. છેલ્લાં 24 કલાકમાં સુરક્ષા દળોએ કુલ ચાર આતંકીઓનો સફાયો હતો.
જમ્મુ નજીકના સુંજવાન એરિયામાં આ વહેલી સવારે આ એન્કાઉન્ટ થયું હતું. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે જણાવ્યું હતું કે આ બે ત્રાસવાદીઓ પાકિસ્તાન સ્થિત જૈશે મોહંમદના આત્મઘાતી ટૂકડીના સભ્યો હતો અને તેમની ઘુસણખોરીથી વડાપ્રધાનની જમ્મુ અને કાશ્મીરની મુલાકાતને ખોરવી નાંખવાનું મોટું કાવતરુ હોઇ શકે છે.
પ્રાથમિક તપાસ મુજબ આ બે ત્રાસવાદીઓએ આર એસ પુરામાં આંતરરાષ્ટ્રીય સરહદમાંથી ઘુસણખોરી કરી હતી અને ગુરુવારે જમ્મુ શહેરમાં પ્રવેશ્યા હતા અને તેઓ સુંજવાન આર્મી કેમ્પની નજીકના વિસ્તારમાં રહેતા હતા. આ બંને ત્રાસવાદીઓને સુરક્ષા દળોના કેમ્પ પર હુમલો કરીને મોટી જાનહાની કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ ત્રાસવાદીઓએ સ્યુસાઇડ વેસ્ટ પહેર્યા હતા અને ભારે માત્રામાં શસ્ત્રો અને દારુગોળો હતો.
જીડીપીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની મુલાકાતના બે દિવસ પહેલા આ એન્કાઉન્ટર થયું છે. તે જમ્મુની શાંતિ ડહોળવાનું અને પીએમની મુલાકાતમાં ભાંગફોડ કરવાનું મોટું કાવતરું હતું. પોલીસને સમયસર ગુપ્ત માહિતી મળી હતી અને આ કાર્યવાહી સફળ રહી છે. સુરક્ષા દળોએ શુક્રવારે વહેલી સવારે 4.25 કલાકે કાર્યવાહી ચાલુ કરી હતી. તે સમયે આતંકીઓ આર્મી કેમ્પ તરફ આગળ વધી રહ્યાં હતા.