ભારતના આધારભૂત ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને નબળા ફોર્મના કારણે ભારતની ટીમમાંથી પડતો મુકાયા પછી આ વર્ષે તેણે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં ડિવિઝન ટુમાં સસેક્સ વતી રમતા ત્રીજી મેચમાં બીજી ડબલ સેન્ચુરી કરી હતી અને ડરહામ સામેની મેચમાં ટીમને ખૂબજ સદ્ધર સ્થિતિમાં મુકી દીધી હતી.
ગયા સપ્તાહે શનિવારે (30 એપ્રિલ) પૂજારાએ 334 બોલમાં 203 રન કર્યા હતા અને તેના આ જબરજસ્ત સ્કોર સાથે સસેક્સે પહેલી ઈનિંગમાં 538 રનનો જંગી સ્કોર ખડકી દઈ 315 રનની સરસાઈ મેળવી હતી. પૂજારા માટે આ કાઉન્ટી સીઝન ખૂબજ સફળ રહી છે, તેણે પાંચ ઈનિંગમાં બે સદી અને બે ડબલ સેન્ચુરી કરી ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી માટે મજબૂત દાવો કર્યો છે.