(Photo by STR/AFP via Getty Images)

જાપાનની યામાગુચી સામે હાથવેંતમાં આવેલી વિજયની બાજી વિવાદાસ્પદ રીતે ગુમાવી દીધા છતાં ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલિસ્ટ પી. વી. સિંધુએ ફિલિપાઈન્સમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપ્સમાં બ્રોંઝ મેડલ મેળવ્યો હતો.

ત્રણ ગેમના મુકાબલામાં સિંધુનો 21-13, 19-21, 16-21 થી પરાજય થયો હતો. સિંધુનો બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપમાં આ બીજો બ્રોન્ઝ છે, અગાઉ તેણે ૨૦૧૪માં પણ બ્રોન્ઝ હાંસલ કર્યો હતો.સ્પર્ધામાં આ અગાઉ જ ભારતના સાત્વિક-ચિરાગ મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પરાજય થયો હતો.